પ્રીતિએ મંદિરમાં માથે દુપટ્ટો રાખીને ખાટૂનરેશનાં દર્શન કર્યાં અને હાથ જોડીને ભગવાનના આશીર્વાદ લીધા હતા જે તેની ભક્તિ દર્શાવે છે. દર્શન બાદ પ્રીતિ ઝિન્ટાને મંદિર સમિતિ કાર્યાલયમાં શ્યામ દુપટ્ટો ભેટ આપવામાં આવ્યો હતો
પ્રીતિ બ્રેક લઈને મંગળવારે રાજસ્થાનના સિકરમાં આવેલા ખાટૂ શ્યામજી મંદિર પહોંચી હતી
હાલમાં પ્રીતિ ઝિન્ટા ઉજવણીના મૂડમાં છે. તાજેતરમાં તેની ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ટીમ પંજાબ કિંગ્સે રાજસ્થાન રૉયલ્સને હરાવીને જીત હાંસલ કરી અને પ્લેઑફમાં સ્થાન મેળવ્યું છે. એ જીત પછી પ્રીતિ બ્રેક લઈને મંગળવારે રાજસ્થાનના સિકરમાં આવેલા ખાટૂ શ્યામજી મંદિર પહોંચી હતી અને ત્યાં તેણે શ્યામબાબાનાં દર્શન કર્યાં અને આશીર્વાદ લીધા હતા. સોશ્યલ મીડિયા પર તેની મુલાકાતનો આ વિડિયો હવે વાઇરલ થઈ રહ્યો છે. પ્રીતિએ મંદિરમાં માથે દુપટ્ટો રાખીને ખાટૂનરેશનાં દર્શન કર્યાં અને હાથ જોડીને ભગવાનના આશીર્વાદ લીધા હતા જે તેની ભક્તિ દર્શાવે છે. દર્શન બાદ પ્રીતિ ઝિન્ટાને મંદિર સમિતિ કાર્યાલયમાં શ્યામ દુપટ્ટો ભેટ આપવામાં આવ્યો હતો. આ મુલાકાત પછી માનવેન્દ્ર ચૌહાણ (નિજ મંદિર પૂજારી સેવક પરિવાર ખાટૂ શ્યામજી)એ તેને ચાંદીનું એક પ્રતીકચિહ્ન ભેટ આપ્યું હતું.


