Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ૨૬ મૅચથી અજેય સ્પેનનો વિજયરથ રોક્યો પોર્ટુગલે

૨૬ મૅચથી અજેય સ્પેનનો વિજયરથ રોક્યો પોર્ટુગલે

Published : 23 August, 2026 04:06 PM | IST | Helsinki
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પોર્ટુગલે ICC મેન્સ T20 વર્લ્ડ કપ યુરોપ સબ-રીજનલ ગ્રુપ Cની ફાઇનલમાં સ્પેનને ૫૭ રનથી હરાવીને યુરોપ ક્વૉલિફાયર ૨૦૨૭માં સ્થાન મેળવ્યું છે.

૨૬ મૅચથી અજેય સ્પેનનો વિજયરથ રોક્યો પોર્ટુગલે

૨૬ મૅચથી અજેય સ્પેનનો વિજયરથ રોક્યો પોર્ટુગલે


T20 વર્લ્ડ કપ યુરોપ સબ-રીજનલ ટુર્નામેન્ટ જીત્યું. પોર્ટુગલે સ્પેનને ૫૭ રનથી હરાવીને ICC મેન્સ T20 વર્લ્ડ કપ યુરોપ સબ-રીજનલ ગ્રુપ Cની ફાઇનલ જીતી લીધી છે. ૧૬૦/૬નો સ્કોર કર્યા બાદ સ્પેનને ૧૦૩ રનમાં ઑલઆઉટ કરીને પોર્ટુગલે યુરોપ ક્વૉલિફાયર 2027માં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું છે. ફાઇનલ મૅચ પહેલાં સ્પેનની ટીમ સતત ૨૬ T20 મૅચથી અજેય હતી.
ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર મૉયઝઝ ઑન્રીક્સે થોડા સમય પહેલાં જ પોર્ટુગલ માટે રમવાનો નિર્ણય લઈને ટીમની કમાન સંભાળી હતી. ૩૯ વર્ષના મૉયઝઝે પોતાના વતનની ટીમ માટે ચાર મૅચમાં એક સદી અને એક ફિફ્ટીના આધારે ૧૯૬ રન ઝૂડ્યા હતા. 


Whatsapp-channel Whatsapp-channel

23 August, 2026 04:06 PM IST | Helsinki | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK