° °

આજનું ઇ-પેપર
Wednesday, 01 February, 2023


News in Short : અદાલતનો મોહમ્મદ શમીને આદેશ : પત્નીને દર મહિને ૧.૩૦ લાખ રૂપિયા આપજો

24 January, 2023 12:22 PM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦૧૮માં જહાને અદાલતમાં શમી પાસે ભરણપોષણના મહિને ૧૦ લાખ રૂપિયા આપવાની માગણી કરી હતી

પત્ની હસીન જહાન અને મોહમ્મદ શમી News In Short

પત્ની હસીન જહાન અને મોહમ્મદ શમી

અદાલતનો મોહમ્મદ શમીને આદેશ : પત્નીને દર મહિને ૧.૩૦ લાખ રૂપિયા આપજો

કલકત્તાની એક અદાલતે પેસ બોલર મોહમ્મદ શમીને આદેશ આપ્યો છે કે તેણે તેનાથી અલગ રહેતી પત્ની હસીન જહાનને દર મહિને ભરણપોષણના ૧.૩૦ લાખ રૂપિયા આપવા પડશે. બન્નેની પુત્રી જહાન સાથે જ રહે છે. ૨૦૧૮માં જહાને અદાલતમાં શમી પાસે ભરણપોષણના મહિને ૧૦ લાખ રૂપિયા આપવાની માગણી કરી હતી, કારણ કે એ સમયના શમીના ઇન્કમ ટૅક્સ રિટર્ન મુજબ શમીને વાર્ષિક ૭ કરોડ રૂપિયાની આવક થતી હતી. જોકે શમીના વકીલે અદાલતમાં દલીલ કરી કે ખુદ જહાન પ્રોફેશનલ ફૅશન મૉડલ છે અને નિયમિત કમાણી કરે છે એટલે ભરણપોષણની મહિનાની ૧૦ લાખ રૂપિયાની રકમ વધુપડતી કહેવાય. છેવટે ગઈ કાલે કોર્ટે ૧.૩૦ લાખ રૂપિયા નક્કી કર્યા હતા.

વિમેન્સ આઇપીએલ ટીમોની હરાજીમાં બીસીસીઆઇને મળશે ૪૦૦૦ કરોડ રૂપિયા 

આગામી માર્ચમાં પહેલી વાર રમાનારી વિમેન્સ આઇપીએલ માટેના પાંચ ફ્રૅન્ચાઇઝીઓના ઑક્શનમાં બીસીસીઆઇને ઓછામાં ઓછા કુલ ૪૦૦૦ કરોડ રૂપિયા મળશે. મોટા ભાગનાં બિડ ૫૦૦ કરોડ રૂપિયાની આસપાસ અને અમુક બિડ ૮૦૦ કરોડ રૂપિયા સુધી પહોંચવાની ધારણા છે. બિડ માટેના અરજીપત્રની કિંમત પાંચ લાખ રૂપિયા છે અને ૩૦ કંપનીઓએ બિડની ઍ​પ્લિકેશનનાં ફૉર્મ ખરીદ્યાં છે. આ કંપનીઓમાં મુંબઈ, ચેન્નઈ સહિતની મેન્સ આઇપીએલની તમામ ૧૦ ટીમના માલિકોનો સમાવેશ છે.

એશિયા કપના મુદ્દે ચોથી ફેબ્રુઆરીએ એસીસીની મીટિંગ

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના મતે સપ્ટેમ્બરમાં પાકિસ્તાનમાં યોજાનારા મેન્સ એશિયા કપની બાબતમાં ચર્ચા માટે ચોથી ફેબ્રુઆરીએ બાહરિનમાં એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)ની મીટિંગ યોજાશે. એસીસીના ચીફ જય શાહે થોડા સમય પહેલાં કહ્યું હતું કે ભારત પોતાની ટીમને એશિયા કપમાં રમવા પાકિસ્તાન નહીં મોકલે અને કદાચ આ ટુર્નામેન્ટ ૨૦૧૮ની સાલની જેમ પાકિસ્તાનને બદલે બીજા કોઈ દેશમાં રાખવામાં આવશે.

24 January, 2023 12:22 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ક્રિકેટ

ઘાટકોપર જૉલી જિમખાનાની ઇન્ટર-સ્કૂલ ક્રિકેટ સ્પર્ધામાં ડૉન બૉસ્કો સ્કૂલ ચૅમ્પિયન

સોમવારની ફાઇનલમાં ડૉન બૉસ્કોની ટીમે પ્રથમ બૅટિંગમાં ૩૫ ઓવરમાં ૩૧૭ રન બનાવ્યા હતા,

01 February, 2023 12:44 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

વિરાટ-અનુષ્કા હૃષીકેશના આશ્રમમાં

કિંગ કોહલીએ ઑસ્ટ્રેલિયા સામેની સિરીઝ પહેલાં સ્વામી દયાનંદના આશીર્વાદ લીધા

01 February, 2023 12:39 IST | Rishikesh | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

પાર્થની પ્રથમ સદી, સ્નેલના સુપર્બ સેવન્ટીએ સૌરાષ્ટ્રને ઉગારી લીધું

નવમા નંબરના બૅટરે પૂંછડિયાઓની મદદથી પંજાબને આપી ટક્કર : સૌરાષ્ટ્રના ૩૦૩ રન

01 February, 2023 12:33 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK