° °

આજનું ઇ-પેપર
Thursday, 23 March, 2023


અમે અમારી ટીમને વર્લ્ડ કપ રમવા ભારત નહીં મોકલીએ : પાકિસ્તાન

20 October, 2022 11:56 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પાકિસ્તાનમાં આતંકવાદના ખતરાને કારણે ૧૪ વર્ષથી ક્રિકેટની કોઈ મોટી ટુર્નામેન્ટ નથી રમાઈ

૨૦૨૩ના વન-ડે વર્લ્ડ કપ વખતે પણ બાબર આઝમ જ પાકિસ્તાનનો કૅપ્ટન હશે એવું તેના હાલના પર્ફોર્મન્સ પરથી કહી શકાય. BCCI vs PCB

૨૦૨૩ના વન-ડે વર્લ્ડ કપ વખતે પણ બાબર આઝમ જ પાકિસ્તાનનો કૅપ્ટન હશે એવું તેના હાલના પર્ફોર્મન્સ પરથી કહી શકાય.

આવતા વર્ષનો મેન્સ એશિયા કપ પાકિસ્તાનમાં રમાવાનો હોવાથી ભારતીય ક્રિકેટ બોર્ડ પોતાના ખેલાડીઓને પાકિસ્તાન નહીં મોકલે એટલે એ ટુર્નામેન્ટ કોઈ તટસ્થ દેશમાં જ રાખવી પડશે, એવું એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)ના પ્રમુખ અને બીસીસીઆઇના સેક્રેટરીપદે ફરી ચૂંટાયેલા જય શાહે મંગળવારે પત્રકારોને કહ્યું એને પગલે પાકિસ્તાનમાં પ્રત્યાઘાતો આવવા લાગ્યા છે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવાયું છે કે ‘બીસીસીઆઇના સેક્રેટરીએ એસીસીના મેમ્બર્સ કે પીસીબી સાથે ચર્ચા કર્યા વગર એકપક્ષી રીતે આ મંતવ્ય આપ્યું છે. તેમના મંતવ્યથી અમને નવાઈ લાગી છે તેમ જ અમે ખૂબ નારાજ પણ છીએ. ભારત જો પોતાના પ્લેયર્સને એશિયા કપ માટે પાકિસ્તાન નહીં મોકલે તો આવતા વર્ષે એશિયા કપ પછી રમાનારા વન-ડેના વર્લ્ડ કપ માટે તેમ જ ૨૦૨૪થી ૨૦૩૧ સુધી ભારતમાં યોજાનારી આઇસીસીની ઇવેન્ટ્સ માટે અમે અમારી ટીમને ભારત નહીં મોકલીએ. બીજું, ભારત એશિયા કપ માટે અમને મળેલું યજમાનપદ પણ નહીં હટાવી શકે.’

૨૦૨૩ના એશિયા કપ ઉપરાંત ૨૦૨૫ની ચૅમ્પિયન્સ ટ્રોફી પણ પાકિસ્તાનમાં રાખવાનું આઇસીસીએ નક્કી કર્યું છે.

14
પાકિસ્તાનમાં આતંકવાદના ખતરાને કારણે આટલાં વર્ષથી ક્રિકેટની કોઈ મોટી ટુર્નામેન્ટ નથી રમાઈ. છેલ્લે ૨૦૦૮માં એશિયા કપ રમાયો હતો.

20 October, 2022 11:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ક્રિકેટ

ગોલ્ડન-ડકની હૅટ-ટ્રિક : સૂર્યકુમાર પહેલો નથી, વિશ્વનો ૧૪મો ખેલાડી છે!

જોકે ટી૨૦નો આ નંબર-વન બૅટર ભારતીયોમાંથી વન-ડે ક્રિકેટમાં આ ખરાબ રેકૉર્ડ કરનાર પ્રથમ પ્લેયર છે ઃ સચિન એકથી વધુ બૉલમાં સતત ત્રણ વાર ઝીરો પર આઉટ થયેલો

23 March, 2023 02:15 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

ભારતે ૪ વર્ષ અપરાજિત રહેવાની પરંપરા અને નંબર વન રૅન્ક ગુમાવ્યાં

કોહલીએ ૫૪ રન અને હાર્દિકે ૪૦ રન બનાવ્યા હતા,

23 March, 2023 02:12 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

એક ટૉસ, બે ટીમ-લિસ્ટ

આઇપીએલમાં નિયમ બદલાયો : કૅપ્ટન બે અલગ ટીમ-શીટ સાથે મેદાન પર ઊતરશે અને ટૉસ પછી ફાઇનલ ઇલેવનનું લિસ્ટ સોંપી શકશે : બીજા ત્રણ નિયમ પણ બની ગયા

23 March, 2023 02:07 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK