Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ‘વ્યભિચારીઓથી કંઈ દેશની પ્રતિષ્ઠાની રક્ષા ન થઈ શકે’

‘વ્યભિચારીઓથી કંઈ દેશની પ્રતિષ્ઠાની રક્ષા ન થઈ શકે’

05 September, 2022 11:21 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મોહમ્મદ શમીને અલગ રહેતી પત્નીનો ઇન્સ્ટા પર ટોણો : હાર્દિક પંડ્યાના ફોટોનો સહારો લઈને પતિને ટાર્ગેટ બનાવ્યો

હસીન જહાં અને મોહમ્મદ શમી

હસીન જહાં અને મોહમ્મદ શમી


પેસ બોલર મોહમ્મદ શમીથી અલગ રહેતી પત્ની હસીન જહાં ફરી એક વાર સોશ્યલ મીડિયામાં ચર્ચામાં આવી છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર શમીને લક્ષ્યાંક બનાવીને એક નિવેદન લખ્યું હતું જેમાં ભારતની પાકિસ્તાન સામેની ગયા રવિવારની જીતના એક ફોટોનો સહારો લીધો હતો.

૨૮ ઑગસ્ટે દુબઈમાં ભારતે હાર્દિક પંડ્યાના ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ (૩ વિકેટ અને અણનમ ૩૩ રન)ની મદદથી પાકિસ્તાનને ધૂળચાટતું કરી દીધું હતું. એ જીત પછી શમીની પત્ની હસીન જહાંએ ઇન્સ્ટા પર હાર્દિકનો વિનિંગ સિક્સર પછીનો ફોટો શૅર કરવાની સાથે કૅપ્શનમાં લખ્યું હતું, ‘અભિનંદન. યાદગાર વિજય મળ્યો. દેશને જિતાડવામાં મદદરૂપ થવા બદલ આપણા ટાઇગર્સનો આભાર. આ તો બનવાનું જ હતું. આપણા દેશની પ્રતિષ્ઠા અને ગૌરવની રક્ષા ગુનેગારો અને વ્યભિચારીઓથી નહીં, પણ પ્રામાણિક દેશપ્રેમીઓથી થાય છે.’ હસીન જહાંની આ પોસ્ટથી ઇન્ટરનેટ પર શમીના અનેક ચાહકોએ નારાજગી બતાડી છે અને હસીન જહાંને વખોડી પણ છે. શમી ભારતની ટી૨૦ એશિયા કપની ટીમમાં નથી. ૨૦૧૮માં હસીન જહાંએ પતિ શમી વિરુદ્ધ ડોમેસ્ટિક વાયલન્સની અને શમીના મોટા ભાઈ વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ પણ કરાઈ હતી. શમીએ તમામ આક્ષેપોને પોતાની વિરુદ્ધનું કાવતરું ગણાવીને નકાર્યા હતા. શમીથી હસીન જહાંને એક પુત્રી છે જે ૭ વર્ષની છે.



32
મોહમ્મદ શમી શનિવારે આટલા વર્ષનો થયો. તેણે સાદાઈથી બર્થ-ડે ઊજવ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

05 September, 2022 11:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK