ગયા વર્ષે ન્યુ ઝીલૅન્ડને T20 વર્લ્ડ કપ ચૅમ્પિયન બનાવ્યા બાદ તેણે T20 ફૉર્મેટમાંથી કૅપ્ટન્સી છોડી દીધી હતી.
સૉફી ડિવાઇન
ન્યુ ઝીલૅન્ડ વિમેન્સ ટીમની કૅપ્ટન અને ઑલરાઉન્ડર સોફી ડિવાઇન આ વર્ષના અંતમાં ભારત અને શ્રીલંકામાં યોજાનાર વર્લ્ડ કપ પછી વન-ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે. ગયા વર્ષે ન્યુ ઝીલૅન્ડને T20 વર્લ્ડ કપ ચૅમ્પિયન બનાવ્યા બાદ તેણે T20 ફૉર્મેટમાંથી કૅપ્ટન્સી છોડી દીધી હતી.
વન-ડેમાંથી નિવૃત્તિ બાદ પણ સોફી ડિવાઇન T20માં રમવાનું ચાલુ રાખશે. જોકે તેને સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટ આપવામાં આવશે નહીં. ૧૫૨ વન-ડેમાં તે ૩૯૯૦ રન ફટકારીને ૧૦૭ વિકેટ લઈ ચૂકી છે.


