કાશ્વી ગૌતમ અને અમનજોત કૌર ઈજાને કારણે સ્ક્વૉડમાં સામેલ ન થઈ શકી, ૧૫ સભ્યોની સ્ક્વૉડમાં નંદની શર્મા એકમાત્ર અનકૅપ્ડ પ્લેયર
પ્રેસ-કૉન્ફરન્સ બાદ BCCI હેડક્વાૅર્ટરમાં ભારતની વર્લ્ડ કપ ટ્રોફી સાથે પોઝ આપતી ભારતીય કૅપ્ટન હરમનપ્રીત કૌર. તસવીર : આશિષ રાજે
ભારતીય ક્રિકેટ બોર્ડે ગઈ કાલે વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે ૧૫ સભ્યોની ટીમ જાહેર કરી હતી. વિમેન્સ T20 વર્લ્ડ કપની દસમી સીઝન દરમ્યાન હરમનપ્રીત કૌર પાંચમી વખત આ ટુર્નામેન્ટમાં ભારતની આગેવાની કરશે. સ્મૃતિ માન્ધના વાઇસ-કૅપ્ટન તરીકે જળવાઈ રહેશે. ઇંગ્લૅન્ડ અને વેલ્સમાં ૧૨ જૂનથી પાંચ જુલાઈ દરમ્યાન ૧૨ મહિલા ટીમો વચ્ચે T20નો જંગ જામશે. ૧૫ સભ્યોની આ જ ટીમ ઇંગ્લૅન્ડમાં હોમ-ટીમ સામે ૨૮ મેથી બે જૂન વચ્ચે રમાનારી ત્રણ T20 સિરીઝ પણ રમશે. ૨૩ વર્ષની મીડિયમ ફાસ્ટ બોલર કાશ્વી ગૌતમ અને ઑલરાઉન્ડર અમનજોત કૌર ઇન્જરીઓને કારણે વર્લ્ડ કપ ટીમમાં સ્થાન મેળવી શકી નહોતી. ચંડીગઢની ૨૪ વર્ષની ફાસ્ટ બોલર નંદની શર્માને પહેલી વખત ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે. તેણે વિમેન્સ પ્રીમિયર લીગમાં દિલ્હી કૅપિટલ્સ માટે ૧૦ મૅચોમાં ૮.૩૧ના ઇકૉનૉમી-રેટ સાથે ૧૭ વિકેટ લીધી હતી. વિમેન્સ પ્રીમિયર લીગમાં પાંચ વિકેટ અને હૅટ-ટ્રિક લેનાર પહેલી ભારતીય નંદની શર્માને ભારતની ટેસ્ટ-સ્ક્વૉડમાં પણ સ્થાન મળ્યું છે. વર્લ્ડ કપ બાદ જુલાઈમાં ભારતીય ટીમ ઇંગ્લૅન્ડ સામે લૉર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં એકમાત્ર ટેસ્ટ-મૅચ રમશે. આ ટેસ્ટ-મૅચમાં પ્રતીકા રાવલ, હરલીન દેઓલ, સાયલી સાતઘરે અને સ્નેહ રાણા પણ જોવા મળશે.
ભારતની T20 સ્ક્વૉડ
ADVERTISEMENT
હરમનપ્રીત કૌર (કૅપ્ટન), સ્મૃતિ માન્ધના, શફાલી વર્મા, જેમિમા રૉડ્રિગ્સ, ભારતી ફૂલમાલી, દીપ્તિ શર્મા, રિચા ઘોષ, શ્રેયંકા પાટીલ, યાસ્તિકા ભાટિયા, નંદની શર્મા, અરુંધતી રેડ્ડી, રેણુકા સિંહ, ક્રાંતિ ગૌડ, શ્રીચરણી, રાધા યાદવ.
વર્લ્ડ કપમાં ભારતનું શેડ્યુલ
૧૪ જૂન - પાકિસ્તાન
૧૭ જૂન - નેધરલૅન્ડ્સ
૨૧ જૂન - સાઉથ આફ્રિકા
૨૫ જૂન - બંગલાદેશ
૨૮ જૂન - ઑસ્ટ્રેલિયા
ઇંગ્લૅન્ડ સામેની ત્રણ T20 મૅચ અને વિમેન્સ T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ
હરમનપ્રીત કૌર (કૅપ્ટન), સ્મૃતિ માન્ધના (વાઇસ-કૅપ્ટન), શફાલી વર્મા, જેમિમા રૉડ્રિગ્સ, ભારતી ફૂલમાલી, દીપ્તિ શર્મા, રિચા ઘોષ, શ્રીચરણી, યસ્તિકા ભાટિયા, નંદની શર્મા, અરુંધતી રેડ્ડી, રેણુકા સિંહ, ક્રાન્તિ ગૌડ, શ્રેયન્કા પાટીલ, રાધા યાદવ.
એકમાત્ર ટેસ્ટ-મૅચ માટેની સ્ક્વૉડ : હરમનપ્રીત કૌર (કૅપ્ટન), સ્મૃતિ માન્ધના, શફાલી વર્મા, જેમિમા રૉડ્રિગ્સ, પ્રતીકા રાવલ, દીપ્તિ શર્મા, રિચા ઘોષ, શ્રેયન્કા પાટીલ, યાસ્તિકા ભાટિયા, નંદની શર્મા, હરલીન દેઓલ, રેણુકા ઠાકુર, ક્રાન્તિ ગૌડ, સાયલી સાતઘરે, સ્નેહ રાણા.
