આ દિવસે રિધાનનાં મમ્મી-પપ્પાએ સોશ્યલ મીડિયામાં ઇમોશનલ સંદેશ શૅર કર્યા છે.
હૃતિક રોશન
હૃતિક રોશન અને તેની ભૂતપૂર્વ પત્ની સુઝૅન ખાનના નાના દીકરા રિધાન રોશનની સોમવારે ૧૮મી વર્ષગાંઠ હતી. આ દિવસે રિધાનનાં મમ્મી-પપ્પાએ સોશ્યલ મીડિયામાં ઇમોશનલ સંદેશ શૅર કર્યા છે. હૃતિકે પોતાની લખેલી જૂની કવિતાના માધ્યમથી પુત્ર પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો અને સુઝૅને તેને ૧૮મી વર્ષગાંઠ બદલ અભિનંદન આપ્યાં. હૃતિકે સોશ્યલ મીડિયામાં રિધાનની એક તસવીર શૅર કરી અને બૅકગ્રાઉન્ડમાં પોતાના જ અવાજમાં રેકૉર્ડ કરેલી કવિતા મૂકી છે. સુઝૅન ખાને પણ રિધાનના બાળપણથી લઈને અત્યાર સુધીની યાદોનો એક સુંદર વિડિયો શૅર કરીને સંદેશમાં રિધાનના ઉજ્જ્વળ અને નિર્મળ હૃદયની પ્રશંસા કરી. સુઝૅને લખ્યું, ‘મારા રિધાન, તને ૧૮મી વર્ષગાંઠ મુબારક. દુનિયાને તારા દૃષ્ટિકોણથી જો અને મને ખબર છે કે તું જ્યાં પણ જશે ત્યાં પોતાની જાદુઈ ઝલક બતાવશે.’
