Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નાશિકના TCS કેસની વૉન્ટેડ આરોપી નિદા ખાનની આગોતરા જામીનની અરજી કોર્ટે ફગાવી

નાશિકના TCS કેસની વૉન્ટેડ આરોપી નિદા ખાનની આગોતરા જામીનની અરજી કોર્ટે ફગાવી

Published : 03 May, 2026 07:26 AM | IST | Nashik
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ કેસની ફરિયાદ અનુસાર નિદા ખાને મહિલા કર્મચારીઓને ઇસ્લામિક પરંપરાઓ અનુસાર પોશાક પહેરવાની અને વર્તન કરવાની સલાહ આપી હતી

નિદા ખાન

નિદા ખાન


નાશિકની કોર્ટે શનિવારે તાતા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)ના નાશિક યુનિટના જાતીય સતામણી અને બળજબરીથી ધર્મપરિવર્તન કરાવવાના કેસની આરોપી નિદા ખાનની આગોતરા જામીનની અરજી ફગાવી દીધી હતી, કારણ કે ફરિયાદ પક્ષે તેની કસ્ટોડિયલ પૂછપરછની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

સરકારી વકીલ અજય મિસારે પત્રકારોને માહિતી આપતાં જણાવ્યું હતું કે ‘આ ગુનો ગંભીર છે. નિદા ખાન મુખ્ય આરોપીઓમાંની એક છે અને તેથી તેની કસ્ટોડિયલ પૂછપરછ જરૂરી છે. કોર્ટે નિદા ખાનની જામીનઅરજી ફગાવી દીધી હતી. અંતિમ આદેશ ટૂંક સમયમાં અપલોડ કરવામાં આવશે.’ 



આ કેસની ફરિયાદ અનુસાર નિદા ખાને મહિલા કર્મચારીઓને ઇસ્લામિક પરંપરાઓ અનુસાર પોશાક પહેરવાની અને વર્તન કરવાની સલાહ આપી હતી.


Whatsapp-channel Whatsapp-channel

03 May, 2026 07:26 AM IST | Nashik | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK