એક વિડિયોમાં દાવો કરવામાં આવે છે કે તે હુક્કો પીએ છે.
મહેન્દ્ર સિંહ ધોની
મુંબઈ : ભારતીય ટીમનો ભૂતપૂર્વ સુકાની મહેન્દ્ર સિંહ ધોની ભલે ક્રિકેટથી દૂર રહ્યો હોય, પણ કોઈક ને કોઈક કારણસર લોકો વચ્ચે તે ચર્ચાના કેન્દ્રમાં રહે છે. આ વખતે ચર્ચાનું કેન્દ્ર બનવાનું કારણ છે હુક્કો. એક વિડિયોમાં દાવો કરવામાં આવે છે કે તે હુક્કો પીએ છે.મહેન્દ્ર સિંહ ધોની થોડા સમય માટે દુબઈ હતો, જ્યાં તેણે ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી પરિવાર અને મિત્રો સાથે કરી હતી. જોકે હાલમાં ધોનીનો એક વિડિયો વાઇરલ થઈ રહ્યો છે જેમાં તે મોઢામાં પાઇપ નાખીને ધુમાડો કાઢી રહ્યો છે, પણ એ સ્પષ્ટ નથી કે એ હુક્કો છે કે નહીં. ઘણા ચાહકોનું કહેવું છે કે ‘ધોની હુક્કો પીએ છે એ સારું નથી, કારણ કે ધોની દેશના યુવાનો માટે એક પ્રેરણારૂપ છે.
વિડિયોથી ધોની થયો ટ્રોલ
ઘણા ચાહકોનું કહેવું છે કે ધોની ફ્લેવર્ડ હુક્કો પીએ છે, જે હાનિકારક નથી. લોકો એવું પણ કહી રહ્યા છે કે ધોનીએ પહેલાં જ કહી દીધું હતું કે હું ફ્લેવર્ડ હુક્કો પીઉં છું. આ વિડિયો ક્યાંનો છે અને ક્યારનો છે એની પુષ્ટિ હજી સુધી થઈ નથી.


