બન્ને જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સ માટે રમ્યા ત્યારે મેદાનની બહાર તેમની વચ્ચે કોઈ વાતચીત થઈ નહોતી.
મહેન્દ્ર સિંહ ધોની અને હરભજન સિંહ હાલમાં એક પાર્ટીમાં સાથે જોવા મળ્યા હતા.
૨૦૦૭ અને ૨૦૧૧ના વર્લ્ડ કપ સાથે જીતનાર કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને સ્પિનર હરભજન સિંહ હાલમાં એક પાર્ટીમાં સાથે જોવા મળ્યા હતા. તેમનો વિડિયો સોશ્યલ મીડિયા પર ભારે વાઇરલ થઈ રહ્યો છે. કેટલાક ફૅન્સ હરભજન સિંહને ટ્રોલ પણ કરી રહ્યા છે, કારણ કે ગયા વર્ષે તેણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ૨૦૧૫માં ભારત માટે છેલ્લી વાર રમ્યો ત્યાર પછી ધોની સાથે વાત થઈ નથી. બન્ને જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સ માટે રમ્યા ત્યારે મેદાનની બહાર તેમની વચ્ચે કોઈ વાતચીત થઈ નહોતી. વર્ષો બાદ બન્ને પ્લેયર્સને સાથે જોઈ કેટલાક ફૅન્સે ખુશી પણ વ્યક્ત કરી હતી.


