ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કૅપ્ટન માઇકલ ક્લાર્કે બૉર્ડર-ગાવસકર ટ્રોફીનાં રિઝલ્ટ અને હાઇએસ્ટ રન-સ્કોરર વિશેની ભવિષ્યવાણી કરી છે. તેણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘હું ૫-૦ નહીં કહીશ, પરંતુ મને આશા છે કે ઑસ્ટ્રેલિયા ૩-૨થી જીતશે
રિષભ પંત, માઇકલ ક્લાર્કે
ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કૅપ્ટન માઇકલ ક્લાર્કે બૉર્ડર-ગાવસકર ટ્રોફીનાં રિઝલ્ટ અને હાઇએસ્ટ રન-સ્કોરર વિશેની ભવિષ્યવાણી કરી છે. તેણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘હું ૫-૦ નહીં કહીશ, પરંતુ મને આશા છે કે ઑસ્ટ્રેલિયા ૩-૨થી જીતશે. તમામ ટેસ્ટ-મૅચનું પરિણામ નક્કી થવું જોઈએ જેથી અમને સારું ક્રિકેટ જોવા મળે. કેટલાક લોકો સિરીઝમાં જીતે છે અને કેટલાક હારે છે, પરંતુ હું ડ્રૉ જોવા નથી માગતો. હું ઇચ્છું છું કે વરસાદ દયાળુ રહે અને હવામાન અમારી તરફેણ કરે જેથી અમે પાંચેય મૅચનાં પરિણામ જોઈ શકીએ. જો ભારતે સિરીઝ જીતવી હોય તો વિરાટ કોહલીએ સૌથી વધુ રન બનાવવા પડશે. તેની પાછળ રિષભ પંત હશે. ઑસ્ટ્રેલિયા તરફથી મને લાગે છે કે સ્ટીવ સ્મિથ આ સિરીઝ જિતાડનાર પ્લેયર હશે.’
આૅસ્ટ્રેલિયામાં ત્રણેય પ્લેયર્સનો ટેસ્ટ-રેકૉર્ડ
સ્ટીવ સ્મિથ : ૫૩ મૅચમાં ૪૭૦૧ રન
વિરાટ કોહલી : ૧૩ મૅચમાં ૧૩૫૨ રન
રિષભ પંત : ૭ મૅચમાં ૬૨૪ રન

