માઇકલ ક્લાર્કે લેજન્ડ સ્પિનર શેન વૉર્ન વિશે કહ્યું હતું કે ‘શેન સિગારેટ ખૂબ પીતો હતો. જો તેને સ્ટેડિયમમાં સિગારેટ લઈ જવાની ના પાડતા ત્યારે તે ટ્રેઇનિંગ કૅમ્પમાં નહીં આવવાની ધમકી આપતો હતો.
શેન વૉર્ન
માઇકલ ક્લાર્કે લેજન્ડ સ્પિનર શેન વૉર્ન વિશે કહ્યું હતું કે ‘શેન સિગારેટ ખૂબ પીતો હતો. જો તેને સ્ટેડિયમમાં સિગારેટ લઈ જવાની ના પાડતા ત્યારે તે ટ્રેઇનિંગ કૅમ્પમાં નહીં આવવાની ધમકી આપતો હતો. વૉર્ન મૅચ માટે મેદાનમાં જતાં પહેલાં હંમેશાં સિગારેટ પીતો હતો. તે સિગારેટ પીને પૉકેટ સ્ટેડિયમમાં ક્યાંક છુપાવી આવતો હતો. જોકે મૅચના સમયનું તે બરાબર ધ્યાન રાખતો હતો અને મેદાનમાં બધું ભૂલીને પૂરી ક્ષમતાથી રમતો હતો. મેદાન બહારનું ટેન્શન તે મેદાનની બહાર મૂકીને જ આવતો હતો. મૅચ પૂરી થતાં તે છુપાવેલા સિગારેટના પાકીટ પાસે પહોંચી જતો હતો.’
ક્લાર્કે છેલ્લે કહ્યું કે ‘વૉર્નને સિગારેટનો એટલો બધો શોખ હતો કે એક વાર તેણે સામાનમાં સિગારેટના પાકીટ મૂકવા માટે ત્રણ જોડી અન્ડરગાર્મેન્ટ્સ અને ત્રણ જોડી મોજાં કાઢી નાખ્યાં હતાં અને ૬ પૅકેટ સિગારેટના લીધાં હતાં.’


