Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > લંકા પ્રીમિયર લીગની છઠ્ઠી સીઝનની શરૂઆતમાં ફિક્સિંગના આરોપમાં જાફના કિંગ્સના માલિક મનજોત કાલરાની ધરપકડ

લંકા પ્રીમિયર લીગની છઠ્ઠી સીઝનની શરૂઆતમાં ફિક્સિંગના આરોપમાં જાફના કિંગ્સના માલિક મનજોત કાલરાની ધરપકડ

Published : 18 July, 2026 02:01 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લંકા પ્રીમિયર લીગની છઠ્ઠી સીઝનની શરૂઆતમાં ફિક્સિંગના આરોપમાં જાફના કિંગ્સના માલિક મનજોત કાલરાની ધરપકડ, તેણે ૨૦૧૮માં ફાઇનલમાં સદી ફટકારીને ભારતને અન્ડર-19 ચૅમ્પિયન બનાવ્યું હતું, શુભમન ગિલ સહિતના ભારતીય ખેલાડીઓ સાથે રમ્યો હતો

લંકા પ્રીમિયર લીગની છઠ્ઠી સીઝનની શરૂઆતમાં

લંકા પ્રીમિયર લીગની છઠ્ઠી સીઝનની શરૂઆતમાં


લંકા પ્રીમિયર લીગ (LPL)ની ડિફેન્ડિંગ ચૅમ્પિયન જાફના કિંગ્સના સહ-માલિક અને ભારતના ભૂતપૂર્વ અન્ડર-19 ક્રિકેટર મનજોત કાલરાની ધરપકડ કરવામાં આવી છે. શ્રીલંકાની રમત ભ્રષ્ટાચાર વિરોધી તપાસ ટીમે એક ખેલાડીને લાંચ આપવાના આરોપમાં મનજોત કાલરા સામે તપાસ શરૂ કરી છે. 

દિલ્હીના ૨૭ વર્ષના મનજોત કાલરાની ધરપકડ ગઈ કાલે લંકા પ્રીમિયર લીગની છઠ્ઠી સીઝનની ઓપનિંગ મૅચના કલાકો પહેલાં થઈ હતી. પોલીસ સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન યુનિટે ખુલાસો કર્યો કે જાફના કિંગ્સના ત્રણ ખેલાડીઓએ મૅચ-ફિક્સિંગ માટે પ્રભાવિત કરવાનો આરોપ મનજોત કાલરા પર લગાવ્યો હોવાથી આ તપાસ શરૂ થઈ છે. 



ડાબોડી બૅટર મનજોત કાલરા હવે એક બિઝનેસમૅન છે અને તેણે જાફના કિંગ્સમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું. દિલ્હી માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમવાની સાથે શુભમન ગિલ, રિયાન પરાગ, પૃથ્વી શૉ અને અભિષેક શર્મા સાથે ક્રિકેટ રમનાર મનજોત કાલરા ૨૦૧૮ના અન્ડર-19 વન-ડે વર્લ્ડ કપ ફાઇનલનો હીરો હતો. 


અન્ડર-19 વન-ડે વર્લ્ડ કપ 2018ની ફાઇનલ મૅચમાં ઑસ્ટ્રેલિયાના ૨૧૭ રનના ટાર્ગેટને ભારતે બે વિકેટે ૩૮.૫ ઓવરમાં ૨૨૦ રન કરીને ચેઝ કર્યો હતો. ઓપનર મનજોત કાલરાએ ૮ ફોર અને ત્રણ સિક્સની મદદથી ૧૦૨ બૉલમાં ૧૦૧ રનની અણનમ ઇનિંગ્સ રમી હતી. રાહુલ દ્રવિડ આ ટીમનો હેડ કોચ હતો.


Whatsapp-channel Whatsapp-channel

18 July, 2026 02:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK