ચેન્નઈ સુપર કિંગ્સને પાંચ વાર IPL ટાઇટલ જિતાડનાર ધોનીની આજે ૪૪મી વર્ષગાંઠ છે, પણ તેની ઉજવણી તેના ફૅન્સે ગઈ કાલથી જ શરૂ કરી દીધી હતી.
આંધ્ર પ્રદેશના વિજયવાડાથી ધોનીના વિશાળ કટ-આઉટના ફોટો ગઈ કાલે સોશ્યલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યા
ભૂતપૂર્વ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ છેલ્લે જુલાઈ ૨૦૧૯માં ભારત માટે ઇન્ટરનૅશનલ મૅચ રમી હતી, પણ તેની લોકપ્રિયતા આજે પણ અકબંધ છે. ચેન્નઈ સુપર કિંગ્સને પાંચ વાર IPL ટાઇટલ જિતાડનાર ધોનીની આજે ૪૪મી વર્ષગાંઠ છે, પણ તેની ઉજવણી તેના ફૅન્સે ગઈ કાલથી જ શરૂ કરી દીધી હતી.
આંધ્ર પ્રદેશના વિજયવાડાથી ધોનીના વિશાળ કટ-આઉટના ફોટો ગઈ કાલે સોશ્યલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યા છે. રાંચીમાં જન્મેલા ધોનીએ રેલવેમાં ટિકિટ કલેક્ટરથી ભારતના સ્ટાર ક્રિકેટર બનવાની સફર ખેડીને કરોડો લોકોને પ્રેરણા આપી છે.


