મારી ઇચ્છા છે કે તે ટેસ્ટ-ક્રિકેટમાં પાછો ફરે. પાછા ફરવામાં કંઈ ખોટું નથી. આ સિરીઝમાં નહીં તો એના પછીની સિરીઝમાં તેણે કમબૅક કરવું જોઈએ.
વિરાટ કોહલી, મદન લાલ
લૉર્ડ્સમાં ઇંગ્લૅન્ડ સામે ભારતના પરાજય બાદ ભૂતપૂર્વ ભારતીય ઑલરાઉન્ડર મદન લાલે વિરાટ કોહલીને ટેસ્ટ-ક્રિકેટમાં પાછા ફરવાનો આગ્રહ કર્યો છે. મદન લાલે કહ્યું હતું કે ‘ભારતીય ક્રિકેટ માટે વિરાટ કોહલીનું પૅશન બેજોડ છે. મારી ઇચ્છા છે કે તે ટેસ્ટ-ક્રિકેટમાં પાછો ફરે. પાછા ફરવામાં કંઈ ખોટું નથી. આ સિરીઝમાં નહીં તો એના પછીની સિરીઝમાં તેણે કમબૅક કરવું જોઈએ.

