Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > આ નાનકડાં બાળકે વિરાટ આગળ કરી માગ, હાથમાં પોસ્ટર લઈ પૂછ્યો વામિકા અંગે આ પ્રશ્ન

આ નાનકડાં બાળકે વિરાટ આગળ કરી માગ, હાથમાં પોસ્ટર લઈ પૂછ્યો વામિકા અંગે આ પ્રશ્ન

19 April, 2023 01:23 PM IST | Bengaluru
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં (IPL 2023) એકથી વધીને એક રોમાંચક મેચ રમાતી જોવા મળે છે. સોમવારે આવી જ એક મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને રૉયલ ચેલેન્જર્સ બેન્ગલોર વચ્ચે રમાઈ હતી. મેચ ભલે ચેન્નઈ જીતી હોય. પણ, આ માટે બાદ વિરાટ કોહલીને લઈને ખૂબ જ ચર્ચા થઈ.

વિરાટ કોહલી (ફાઈલ તસવીર)

IPL 2023

વિરાટ કોહલી (ફાઈલ તસવીર)


ઈન્ડિયન પ્રીમિયર લીગમાં (IPL 2023) એકથી વધીને એક રોમાંચક મેચ રમાતી જોવા મળે છે. સોમવારે આવી જ એક મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને રૉયલ ચેલેન્જર્સ બેન્ગલોર (CSK vs RCB) વચ્ચે રમાઈ હતી. મેચ ભલે ચેન્નઈ જીતી હોય. પણ, આ માટે બાદ વિરાટ કોહલીને લઈને ખૂબ જ ચર્ચા થઈ રહી છે. 


બેંગ્લુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ (M. Chinnaswamy Stadium)માં રમાયેલી આ મેચ દરમિયાન એક નાનકડાં બાળકે વિરાટ કોહલી સામે એક અજીબ માગ મૂકી છે. જેને જોઈને હવે સોશિયલ મીડિયા પર અનેક લોકો ગુસ્સે થઈ રહ્યા છે. સોમવારે રમાયેલી આ મેચ દરમિયાન એક નાનકડા બાળકના હાથમાં એક પોસ્ટર જોવા મળ્યું.



આ પોસ્ટરમાં લખ્યું હતું, "હેલો વિરાટ અંકલ, શું હું વામિકાને ડેટ પર લઈ જઈ શકું છું" બાળકે પોતાના હાથની સાથે મોઢાંથી પણ પોસ્ટર પકડ્યું છે. આ પોસ્ટર જોઈને અનેક લોકો સોશિયલ મીડિયા પર ભડક્યા છે. અનેક લોકો આ બાળકના માતા-પિતાને ખરી-ખોટી સંભળાવી રહ્યા છે. તો, તેમના ઉછેર પર પણ પ્રશ્ન ઉઠાવી રહ્યા છે.



જણાવવાનું કે વિરાટ અને અનુષ્કાના ઘરે 2021માં દીકરીએ જન્મ લીધો. તેમણે પોતાની દીકરીનું નામ વામિકા રાખ્યું. વિરાટ અને અનુષ્કા ઘણીવાર પોતાની દીકરી સાથે મસ્તી કરતી તસવીરો શૅર કરતા હોય છે. ચાહકોને પણ વિરાટની ફેમિલી ફોટો જોવી ગમતી હોય છે.

આ પણ વાંચો : CSK vs RCB : કોહલીને કરન્ટ આપનાર ૨૦ વર્ષના બોલરે ટી૨૦માં તમામ ૧૦ વિકેટ લીધી હતી!

સોમવારે રમાયેલી મેચની વાત કરીએ તો, ચેન્નઈ ટીમ આ મેચ જીતી ગઈ હતી. પણ, આ મેચ બાદ મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલી મસ્તી કરતા જોવા મળ્યા. આ બન્ને ખેલાડીને એક સાથે જોવું ખૂબ જ સુંદર મોમેન્ટ હતી. માહી અને કોહલીની મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. એટલું જ નહીં વિરાટે પોતે પણ પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ મુલાકાતની તસવીરો શૅર કરી છે.

Whatsapp-channel Whatsapp-channel

19 April, 2023 01:23 PM IST | Bengaluru | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK