UAEમાં ઇન્ટરનૅશનલ લીગ T20 (ILT20)માં ડેઝર્ટ વાઇપર્સનું નેતૃત્વ કરતો ફર્ગ્યુસન ઇન્જરીને કારણે ક્વૉલિફાયર-ટૂ મૅચ રમી શક્યો નહોતો.
લૉકી ફર્ગ્યુસન
ન્યુ ઝીલૅન્ડના મુખ્ય ફાસ્ટ બોલર લૉકી ફર્ગ્યુસનનું હૅમસ્ટ્રિંગ ઈજાને કારણે ચૅમ્પિયન્સ ટ્રોફીમાં રમવું શંકાસ્પદ છે. UAEમાં ઇન્ટરનૅશનલ લીગ T20 (ILT20)માં ડેઝર્ટ વાઇપર્સનું નેતૃત્વ કરતો ફર્ગ્યુસન ઇન્જરીને કારણે ક્વૉલિફાયર-ટૂ મૅચ રમી શક્યો નહોતો. આ લીગમાં વ્યસ્ત હોવાથી તે પાકિસ્તાનમાં ત્રિકોણીય સિરીઝનો ભાગ બની શક્યો નહોતો, પણ હવે તેની ઇન્જરીએ ચૅમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલાં કિવી ટીમની ચિંતા વધારી છે. ઇજાની ગંભીરતા નક્કી કરવા માટે સ્કૅન કરાવવામાં આવ્યું છે અને નિષ્ણાતની સલાહ બાદ આ ૩૩ વર્ષના ફાસ્ટ બોલરને મેદાન પર ઉતારવા વિશે નિર્ણય લેવામાં આવશે.


