ક્રાન્તિએ ફોટો સાથે કૅપ્શન આપી હતી, ‘આ સપનાને સાકાર થતી પ્રત્યેક ક્ષણને માણી રહી છું’
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
રવિવારે વિમેન્સ વર્લ્ડ કપ જીત્યા બાદ દરેક જણે પોતપોતાની સ્ટાઇલમાં સેલિબ્રેશન કર્યું હતું. કોચ અમોલ મુઝુમદારે T20 વર્લ્ડ કપ જીત્યા બાદ મેદાનમાં તિરંગો ખોસી દઈને રોહિત શર્માની જેમ ઉજવણી કરી હતી. હવે યુવા પેસ બોલર ક્રાન્તિ ગૌડનો ગયા વર્ષે ચૅમ્પિયન બન્યા બાદ ટ્રોફીને પિચ પર મૂકીને હાર્દિક પંડ્યાએ આપેલા આઇકૉનિક પોઝની કૉપી કરતો ફોટો ભારે વાઇરલ થયો હતો. ક્રાન્તિએ ફોટો સાથે કૅપ્શન આપી હતી, ‘આ સપનાને સાકાર થતી પ્રત્યેક ક્ષણને માણી રહી છું.’
ક્રાન્તિએ તેના આ પ્રથમ વર્લ્ડ કપમાં ૮ મૅચમાં ૫.૭૩ની શાનદાર ઇકૉનૉમી સાથે ૯ વિકેટ લીધી હતી. તેણે પાકિસ્તાન સામે ૨૦ રનમાં ૩, સાઉથ આફિકા સામે ૫૯ રનમાં બે અને ન્યુ ઝીલૅન્ડ સામે ૪૮ રનમાં બે વિકેટ લીધી હતી.


