ઇન્ડિયા-Aનો ભાગ ન હોવા છતાં તે ઇંગ્લૅન્ડ લાયન્સ સામે ૬ જૂનથી શરૂ થતી બીજી અનઑફિશ્યલ ટેસ્ટ-મૅચમાં રમતો જોવા મળી શકે છે.
મુંબઈ ઍરપોર્ટ પર જોવા મળ્યો કે. એલ. રાહુલ.
ભારતીય વિકેટકીપર-બૅટર કે. એલ. રાહુલ ગઈ કાલે મુંબઈ ઍરપોર્ટ પરથી ઇંગ્લૅન્ડ માટે રવાના થયો હતો. અહેવાલ અનુસાર રાહુલે સિનિયર ટીમની ઇંગ્લૅન્ડ-ટૂર પહેલાં ઇન્ડિયા-A સાથે તૈયારી કરવા ભારતીય ક્રિકેટ બોર્ડને વિનંતી કરી હતી. ઇન્ડિયા-Aનો ભાગ ન હોવા છતાં તે ઇંગ્લૅન્ડ લાયન્સ સામે ૬ જૂનથી શરૂ થતી બીજી અનઑફિશ્યલ ટેસ્ટ-મૅચમાં રમતો જોવા મળી શકે છે.
ઇન્ડિયા-A સાથે ગુજરાત ટાઇટન્સના ઓપનર્સ સાઈ સુદર્શન અને શુભમન ગિલ બીજી મૅચથી જોડાવાના હતા, પણ હવે તેઓ સિનિયર ટીમ સાથે ૬ જૂને ઇંગ્લૅન્ડ જવાના હોવાથી આગામી ચાર દિવસની ટેસ્ટ-મૅચ નહીં રમી શકશે. ઇંગ્લૅન્ડ લાયન્સ અને ઇન્ડિયા-Aની પહેલી મૅચ ચોથા દિવસે ડ્રૉ રહી હતી.


