તે ભારત માટે પોતાનું સર્વસ્વ આપે છે અને તે ક્રિકેટ પ્રત્યે જે રીતે અભિગમ અપનાવે છે એ તેને શ્રેય અપાવે છે.
જો રૂટ, રવિન્દ્ર જાડેજા
ધી ઍન્ડરસન-તેન્ડુલકર ટ્રોફીમાં ઇંગ્લૅન્ડ તરફથી સૌથી વધુ ૫૩૭ રન ફટકારનાર જો રૂટે ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજની પ્રશંસા કરી છે. ચોથા દિવસની રમતમાં સદી ફટકાર્યા બાદ જો રૂટે કહ્યું કે ‘મોહમ્મદ સિરાજ એક ખરો યોદ્ધા છે. તે એવી વ્યક્તિ છે જેને તમે તમારી ટીમમાં ઇચ્છો છો. તે ભારત માટે પોતાનું સર્વસ્વ આપે છે અને તે ક્રિકેટ પ્રત્યે જે રીતે અભિગમ અપનાવે છે એ તેને શ્રેય અપાવે છે.’
તેણે વધુમાં કહ્યું કે ‘કેટલીક વાર તે નકલી ગુસ્સો બતાવે છે જે હું જોઈ શકું છું. ખરેખર તે ખૂબ જ સારી વ્યક્તિ છે. તે ખૂબ જ મહેનત કરે છે અને કુશળ પ્લેયર છે એટલે જ તેણે આટલી બધી વિકેટ લીધી છે. મને સિરાજ સામે રમવાની મજા આવે છે. તેના ચહેરા પર હંમેશાં સ્મિત રહે છે. તે કોઈ પણ યુવા પ્લેયર માટે શ્રેષ્ઠ રોલ-મૉડલ છે.’
ADVERTISEMENT
3 આટલી વાર ભારત સામે એક ટેસ્ટ-સિરીઝમાં ૫૦૦+ રન કરનાર પહેલો બૅટર બન્યો જો રૂટ.
24 આટલી હાઇએસ્ટ ઇન્ટરનૅશનલ સદી ઘરઆંગણે ફટકારનાર બૅટર બન્યો જો રૂટ. જૅક કૅલિસ, રિકી પૉન્ટિંગ અને માહેલા જયવર્દનેનો ૨૩ સદીનો રેકૉર્ડ તોડ્યો.


