Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > આજથી હુબલીમાં રણજી ફાઇનલના જંગમાં ૮ વખતના ચૅમ્પિયન કર્ણાટક સામે ટકરાશે જમ્મુ ઍન્ડ કાશ્મીર

આજથી હુબલીમાં રણજી ફાઇનલના જંગમાં ૮ વખતના ચૅમ્પિયન કર્ણાટક સામે ટકરાશે જમ્મુ ઍન્ડ કાશ્મીર

Published : 24 February, 2026 02:25 PM | IST | Hubballi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જમ્મુ ઍન્ડ કાશ્મીરની નજર ઇતિહાસ પર રહેશે, કર્ણાટક નવમા રણજી ટાઇટલનો પીછો કરશે

બન્ને ટીમના કૅપ્ટન

બન્ને ટીમના કૅપ્ટન


કર્ણાટકના હુબલીમાં રણજી ટ્રોફીની ૯૧મી સીઝનનો ફાઇનલ જંગ શરૂ થશે. યજમાન કર્ણાટક અને જમ્મુ ઍન્ડ કાશ્મીર વચ્ચે આગામી પાંચ દિવસ ચૅમ્પિયન બનવા માટે રસાકસી જોવા મળશે. બન્ને ટીમ વચ્ચે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ૪ વખત મૅચ રમાઈ છે અને દર વખતે કર્ણાટક જીત્યું છે. ૨૦૦૨ અને ૨૦૧૫ની પહેલી બે ટક્કરમાં કર્ણાટકે એક ઇનિંગ્સથી પણ જીત મેળવી હતી. બીજી બે જીત ૨૦૨૦ અને ૨૦૨૨માં આવી હતી.

રણજી ઇતિહાસના હાઇએસ્ટ રન સ્કોરરમાંથી એક એવા પારસ ડોગરાના નેતૃત્વ હેઠળ જમ્મુ ઍન્ડ કાશ્મીર પહેલી વખત સેમી-ફાઇનલ અને ફાઇનલમાં પહોંચ્યું હતું. તેઓ હવે પહેલું રણજી ટાઇટલ જીતવાનું લક્ષ્ય રાખશે. કર્ણાટક પોતાના યંગ કૅપ્ટન દેવદત્ત પડિક્કલની આગેવાનીમાં નવમા રણજી ટાઇટલ પર નજર રાખશે. ૮ વખતની ચૅમ્પિયન ટીમ કર્ણાટક પંદરમી વખત રણજી ટ્રોફીની ફાઇનલ મૅચ રમશે. છેલ્લે કર્ણાટક ૨૦૧૪-’૧૫માં રણજી ફાઇનલ રમ્યું અને જીત્યું હતું. 


Whatsapp-channel Whatsapp-channel

24 February, 2026 02:25 PM IST | Hubballi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK