ICC દ્વારા સ્વતંત્ર મૂલ્યાંકન પછી તેને તાત્કાલિક અસરથી ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં બોલિંગ કરવાથી સસ્પેન્ડ કરવામાં આવી છે.
એઇમી મૅગ્વાયર
૧૦ જાન્યુઆરીએ રાજકોટમાં ભારત અને આયરલૅન્ડની વિમેન્સ ટીમ વચ્ચે ત્રણ મૅચની વન-ડે સિરીઝની પહેલી મૅચ રમાઈ હતી જેમાં આયરલૅન્ડની ૧૮ વર્ષની ડાબોડી સ્પિનર એઇમી મૅગ્વાયરે આઠ ઓવરમાં ૫૭ રન આપીને ૩ વિકેટ લીધી હતી. આ મૅચમાં તેની શંકાસ્પદ બોલિંગ-ઍક્શન માટે મૅચ-અધિકારીઓ દ્વારા રિપોર્ટ કરવામાં આવ્યો હતો. ગઈ કાલે ICC દ્વારા સ્વતંત્ર મૂલ્યાંકન પછી તેને તાત્કાલિક અસરથી ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં બોલિંગ કરવાથી સસ્પેન્ડ કરવામાં આવી છે.
૨૧ જાન્યુઆરીએ બ્રિટનસ્થિત ટેસ્ટિંગ સેન્ટરમાં તેની બોલિંગનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું, જ્યાં એવું બહાર આવ્યું કે તેની બોલિંગ-ઍક્શનમાં કોણીનું વિસ્તરણ માન્ય ૧૫ ડિગ્રી કરતાં વધુ હતું. તેનું સસ્પેન્શન ત્યાં સુધી અમલમાં રહેશે જ્યાં સુધી તેની બોલિંગ-ઍક્શનનું પુનઃમૂલ્યાંકન ન થાય.


