IPL 2025માં રેસમાંથી બહાર થયા બાદ અંતિમ મૅચોમાં મુંબઈકર આયુષ મ્હાત્રેને IPLમાં ઓપનિંગ કરવાનો અનુભવ કરવા મોકલ્યો હતો
સંજુ અને ઋતુ
ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ના કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડે IPL 2026ની પોતાની નવી ઓપનિંગ જોડી વિશે મોટી અપડેટ આપી છે. કૅપ્ટન્સ ડે દરમ્યાન તેણે પુષ્ટિ આપી છે કે ‘સંજુ અને ઋતુ ટીમની નવી ઓપનિંગ જોડી હશે. આયુષ મ્હાત્રે ત્રીજા ક્રમે બૅટિંગ માટે આવી શકે છે.’
IPL 2025માં રેસમાંથી બહાર થયા બાદ અંતિમ મૅચોમાં મુંબઈકર આયુષ મ્હાત્રેને IPLમાં ઓપનિંગ કરવાનો અનુભવ કરવા મોકલ્યો હતો.
ADVERTISEMENT
ગઈ સીઝનની તળિયાની ટીમને નવી સીઝનમાં ધમાકેદાર ઓપનિંગ અપાવવાની જવાબદારી હવે વર્લ્ડ કપ ચૅમ્પિયન સંજુ સૅમસન અને ચેન્નઈના કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડ પર રહેશે. ઋતુરાજ ગાયકવાડે ૭૧ IPL મૅચોમાં ૨ સદી અને ૨૦ ફિફ્ટીના આધારે ૨૫૦૨ રન કર્યા છે. સંજુ સૅમસને ૧૭૭ IPL મૅચોમાં ૩ સદી અને ૨૬ ફિફ્ટીની મદદથી ૪૭૦૪ રન કર્યા છે. ગઈ સીઝનમાં ડેબ્યુ કરીને આયુષ મ્હાત્રેએ ૭ મૅચમાં ૧૮૮.૯૭ની સ્ટ્રાઇક-રેટથી ૨૪૦ રન ફટકાર્યા હતા.
