Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > લવપ્રીત સિંહે CWG 2026માં બનાવ્યો રેકોર્ડ: માત્ર ૧ કિલોગ્રામથી ચૂક્યો ગોલ્ડ મેડલ

લવપ્રીત સિંહે CWG 2026માં બનાવ્યો રેકોર્ડ: માત્ર ૧ કિલોગ્રામથી ચૂક્યો ગોલ્ડ મેડલ

Published : 31 July, 2026 03:34 PM | IST | Glasgow
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Commonwealth Games 2026: લવપ્રીત સિંહે વેઈટલિફ્ટિંગ ઇવેન્ટમાં ૧૧૦+ કિલોગ્રામ કેટેગરીમાં CWG રેકોર્ડ સાથે સિલ્વર મેડલ જીત્યો; લવપ્રીત સિંહ `સ્નેચ` રાઉન્ડમાં સૌથી વધુ ભાર ઊંચકનારા વેટલિફ્ટર રહ્યો હતો

લવપ્રીત સિંહ (તસવીરઃ પીટીઆઇ)

લવપ્રીત સિંહ (તસવીરઃ પીટીઆઇ)


ભારતીય વેટલિફ્ટર લવપ્રીત સિંહ (Lovepreet Singh) એ ગુરુવારે મોડી રાત્રે કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬ (Commonwealth Games 2026:) માં ભારતને સિલ્વર મેડલ અપાવ્યો છે. લવપ્રીતે આ મેડલ પુરુષોની ૧૧૦+ કિલોગ્રામ ભાર વર્ગની સ્પર્ધામાં જીત્યો હતો. તેમણે કુલ ૩૮૮ કિગ્રા વજન ઊંચક્યું હતું, જે ન્યુઝીલેન્ડના ડેવિડ લીટી (૩૮૯ કિગ્રા) કરતાં માત્ર ૧ કિગ્રા ઓછું હતું; ડેવિડ લીટીએ ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. જ્યારે ઈંગ્લેન્ડના એન્ડ્રુ ગ્રિફિથ્સે કુલ ૩૫૬ કિગ્રા (૧૬૫ + ૧૯૧) વજન સાથે ત્રીજું સ્થાન મેળવી બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

લવપ્રીત સિંહ `સ્નેચ` રાઉન્ડમાં સૌથી વધુ ભાર ઊંચકનારા વેટલિફ્ટર રહ્યા હતા. તેમણે પોતાના પ્રથમ પ્રયાસમાં ૧૬૮ કિગ્રા અને ત્યારબાદ ૧૭૩ કિગ્રા વજન સફળતાપૂર્વક ઊંચક્યું હતું. પોતાના અંતિમ પ્રયાસમાં ૧૭૬ કિગ્રા વજન ઊંચકીને લવપ્રીતે (Lovepreet Singh wins silver) બીજા સ્થાને ચાલી રહેલા ન્યુઝીલેન્ડના ડેવિડ એન્ડ્રુ લીટી પર ૧૦ કિગ્રાની મજબૂત લીડ મેળવી લીધી હતી.



ત્યારબાદ `ક્લીન એન્ડ જર્ક` રાઉન્ડમાં તેમણે ૨૦૫ કિગ્રા અને ૨૧૨ કિગ્રા વજન ઊંચક્યું હતું. આ પછી પોતાના છેલ્લા પ્રયાસમાં તેમણે ૨૧૭ કિગ્રા વજન ઊંચકવાનો સાહસિક નિર્ણય લીધો હતો, પરંતુ આ આખરી પ્રયાસ સફળ રહ્યો ન હતો. સ્નેચમાં ૧૬૬ કિગ્રા વજન ઊંચકનાર ડેવિડ લીટીએ ક્લીન એન્ડ જર્કમાં ૨૨૩ કિગ્રાનું નિર્ણાયક વજન ઊંચકીને લવપ્રીત કરતાં સામાન્ય સરસાઈ મેળવીને ટાઈટલ પોતાના નામે કર્યું હતું.


આર્થિક તંગી વચ્ચે રમતગમત પ્રત્યે ઝૂકાવ

૬ સપ્ટેમ્બર ૧૯૯૭ના રોજ પંજાબના સરહદી જિલ્લા અમૃતસરના બાલ સિકંદર ગામમાં જન્મેલા લવપ્રીત એક સાધારણ પરિવારમાંથી આવે છે. તેમના પિતા દર્જીનું કામ કરે છે, જ્યારે તેમના દાદા શાકભાજી વેચીને ગુજરાન ચલાવતા હતા. પરિવારના કહેવાથી તેમણે પરંપરાગત કામને બદલે રમતગમત પસંદ કરી અને ૧૩ વર્ષની ઉંમરે DAV ગ્રાઉન્ડ ખાતે વેટલિફ્ટિંગ શરૂ કર્યું હતું. ત્યારથી તેઓ ભારતના શ્રેષ્ઠ હેવીવેઇટ લિફ્ટર્સમાંથી એક તરીકે ઊભરી આવ્યા છે.


સમોઆના મજબૂત દાવેદાર સાનેલે માઓ વહેલા બહાર થઈ જતાં લવપ્રીતની સ્થિતિ વધુ મજબૂત બની હતી. માઓ સ્નેચમાં ૧૭૫ કિગ્રા ઊંચકનારા ત્રણેય પ્રયાસોમાં નિષ્ફળ રહ્યા હતા, જેનાથી લવપ્રીત ગોલ્ડ મેડલના સૌથી મોટા દાવેદાર બન્યા હતા, પરંતુ લીટીએ ક્લીન એન્ડ જર્કમાં જબરદસ્ત વાપસી કરી હતી.

રોમાંચક ક્ષણો અને રેકોર્ડ પ્રયાસ

ન્યુઝીલેન્ડના લીટીએ ૨૦૭ કિગ્રાથી શરૂઆત કરીને તફાવત ઘટાડ્યો હતો, જ્યારે લવપ્રીતે પોતાના બીજા પ્રયાસમાં ૨૧૨ કિગ્રા વજન ઊંચકીને પોતાનો પર્સનલ બેસ્ટ રેકોર્ડ બરાબર કર્યો હતો.

‘કમ ઓન જટ્ટા’ અને ‘કમ ઓન સિંહ’ ના નારાઓ વચ્ચે, લવપ્રીતે પોતાના છેલ્લા પ્રયાસમાં ૨૧૭ કિગ્રાનો સાહસિક નિર્ણય લીધો હતો. આ એક એવો લિફ્ટ હતો જેનાથી ગેમ્સ રેકોર્ડ તૂટી શક્યો હોત અને ગોલ્ડ મેડલ પાકો થઈ શક્યો હોત.

તેઓ વજનને `ક્લીન` તો કરી શક્યા, પરંતુ તેને માથા પર `જર્ક` કરવા માટે જરૂરી તાકાત ભેગી કરી શક્યા નહીં. આનાથી લીટી માટે તક બની ગઈ હતી. તેમણે ક્લીન એન્ડ જર્કમાં ૨૨૩ કિગ્રાનું વજન ઊંચકીને નવો ગેમ્સ રેકોર્ડ બનાવ્યો અને ખૂબ જ ઓછા અંતરથી ગોલ્ડ મેડલ જીતી લીધો.

કારકિર્દીની સફર

લવપ્રીત સિંહે સ્થાનિક વેટલિફ્ટર્સથી પ્રેરિત થઈને વર્ષ ૨૦૧૦માં ૧૩ વર્ષની ઉંમરે સ્થાનિક કોચની દેખરેખ હેઠળ વેટલિફ્ટિંગ શરૂ કર્યું હતું. આર્થિક તંગી છતાં, તેમના દ્રઢ નિશ્ચય અને અનુશાસિત ટ્રેનિંગે તેમને જૂનિયર અને સીનિયર સ્તરે સતત આગળ વધવામાં મદદ કરી હતી.

વર્ષ ૨૦૧૭માં પટિયાલા સ્થિત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) ના નેશનલ કેમ્પમાં જોડાતા પહેલાં, લવપ્રીતે નેશનલ લેવલની સ્પર્ધાઓમાં પંજાબનું પ્રતિનિધિત્વ કર્યું હતું. શરૂઆતમાં તેમણે ૧૦૫ કિલોગ્રામ કેટેગરીમાં ભાગ લીધો અને જૂનિયર કોમનવેલ્થ તથા એશિયન જૂનિયર ચેમ્પિયનશિપમાં મેડલ જીત્યા હતા.

ઈન્ટરનેશનલ વેટલિફ્ટિંગ ફેડરેશન (IWF) ની નવી વેટ કેટેગરી લાગુ થયા પછી લવપ્રીત ૧૦૯ કિલોગ્રામ કેટેગરીમાં આવ્યા, જ્યાં તેમણે ૨૦૨૨ કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ અને ૨૦૨૨ કોમનવેલ્થ વેટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

31 July, 2026 03:34 PM IST | Glasgow | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK