તાજા જાંબુ, ફ્રેશ ક્રીમ અને કન્ડેન્સ્ડ મિલ્કથી ઘરે જ સરળ રીતે બનાવો સ્વાદિષ્ટ જાંબુનો આઇસક્રીમ. ગરમીમાં ઠંડક અને ખાટા-મીઠા સ્વાદનો પરફેક્ટ ડેઝર્ટ.
આજની રેસિપી : જાંબુનો આઇસક્રીમ
સામગ્રી : બે કપ ઠળિયા કાઢેલાં જાંબુ, ૧ કપ ફ્રેશ ક્રીમ, ૧ કપ કન્ડેન્સ્ડ મિલ્ક, અડધો કપ દૂધ, બેથી ૩ ચમચી ખાંડ, ૧ ચમચી લીંબુનો રસ (વૈકલ્પિક)
બનાવવાની રીત : જાંબુને સારી રીતે ધોઈને એનાં બી કાઢી લો. જાંબુનો પલ્પ, ખાંડ અને દૂધ મિક્સરમાં પીસીને સ્મૂધ પ્યુરી તૈયાર કરો. એક વાટકામાં ફ્રેશ ક્રીમને હળવું ફેંટી લો. એમાં કન્ડેન્સ્ડ મિલ્ક અને જાંબુની પ્યુરી ઉમેરીને બધાને સારી રીતે મિક્સ કરો. છેક છેલ્લે ઇચ્છો તો એક ચમચી લીંબુનો રસ ઉમેરી શકાય. મિશ્રણને ઍરટાઇટ કન્ટેનરમાં ભરીને ૭-૮ કલાક માટે ફ્રીઝરમાં સેટ થવા મૂકી દો. બીજા દિવસે સવારે તૈયાર છે ઠંડો-ઠંડો અને ખાટો-મીઠો જાંબુનો આઇસક્રીમ.
