Lohagad Fort Viral Video: તાજતેરમાં પૂણેના લોહગડ કિલ્લા પર કેટલાક ટૂરિસ્ટોએ અહીં સિગારેટ પીધી હોવાનો કિસ્સો સામે આવ્યા બાદ ભારે વિવાદ સર્જાયો છે.
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
મહારાષ્ટ્રમાં અનેક ઐતિહાસિક કિલ્લાઓ આવેલ છે, જે આજે પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. પરંતુ ખૂબ જ દયનીય વાત એ છે કે આવી ધરોહર પર જઇને લોકો મર્યાદાનું ભંગ કરે છે. આવો જ એક કિસ્સો (Lohagad Fort Viral Video) તાજતેરમાં પૂણેના લોહગડ કિલ્લા પર બન્યો. કેટલાક ટૂરિસ્ટોએ અહીં સિગારેટ પીધી હોવાનો કિસ્સો સામે આવ્યા બાદ ભારે વિવાદ સર્જાયો છે.
કિલ્લો એ અમારા માટે મંદિર છે: સ્થાનિકે આડેહાથ લીધાં ટૂરિસ્ટોને
ADVERTISEMENT
पुणे : लोहगड किल्ल्यावर पर्यटकांची `ती` कृती, शिवप्रेमींचा संताप VIDEO pic.twitter.com/bi1X9wynmr
— Sumit Bhujbal (@SumitBhujb19648) July 31, 2026
એક વિડિયો પણ વાઇરલ (Lohagad Fort Viral Video) થયો છે જેમાં સ્થાનિક શિવસૈનિકો અને ટૂરિસ્ટો વચ્ચે બોલાચાલી થઇ રહી છે. વિડિયોમાં સ્થાનિક યુવક દિલ્હીથી આવેલા ટૂરિસ્ટોના ટોળાને કિલ્લા પર પર ધૂમ્રપાન કરતો રોકતો જોવા મળે છે. એટલું જ નહીં, પણ તે બરાબરનો આકળાઇ ગયો છે. તે આ ટૂરિસ્ટોને કિલ્લા પરના પ્રવાસન-નિયમોની વાત કરે છે ત્યારે ટૂરિસ્ટો જણાવે છે કે તેઓને અહીંના કોઈ નીતિ-નિયમોની કહર હતી નહીં. અથવા તો અહીંય કોઈ નોટિસ-બોર્ડ સુદ્ધાં નહોતું. ત્યારે ઉશ્કેરાયેલો સ્થાનિક યુવક કહે છે કે તમારામાં એટલી તો કોમન-સેન્સ હોવી જ જોઈએ. શું તમે મંદિરની અંદર જાઓ તો સિગારેટ પીઓ છો? આ કિલ્લો એ અમારું મંદિર છે.
ટૂરિસ્ટોએ માફી માગવી પડી
જોકે સ્થાનિકોએ આ બાબતે પોલીસ ફરિયાદ કરવાની ચીમકી આપી હતી. ટૂરિસ્ટો પાસેથી સિગારેટ પણ લઇ લીધી હતી. ટૂરિસ્ટોએ પણ પોતાની ભૂલ કબૂલીને માફી માગી હતી.
ઐતિહાસિક ધરોહરની મુલાકાતે જાઓ ત્યારે આ નિયમો યાદ રાખજો:
लोहगड वर दिल्लीचे पब्लिक!
— ??Bhakta`s Vikas/भक्तांचा विकास (@kisora_pat7606) July 29, 2026
महाराष्ट्रातील गड-किल्ल्यांचे पावित्र्य राखण्यासाठी सिगरेट, तंबाखू व मद्यसेवनावर (दारू) पूर्णपणे कायदेशीर मनाई आहे।
हे यांना माहिती नसावं की सिया पॉईंट बघायला आले असावे?#लोहगड pic.twitter.com/50CWQZYpoW
પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા આ મહત્વના નિયમો (Lohagad Fort Viral Video) આપવામાં આવે છે, જે લોહગડ કિલ્લા માટે પણ લાગુ પડે છે.
૧. ધૂમ્રપાન અને નશો પ્રતિબંધિત: કિલ્લા કે ઐતિહાસિક સ્મારક પરિસરમાં સિગારેટ, તંબાકુ, ગુટખા, પાન મસાલા, દારૂ કે અન્ય કોઈ પણ પ્રકારના નશીલા પદાર્થો લઈ જવા કે સેવન કરવા પર સખત મનાઈ છે.
૨. જ્વલનશીલ વસ્તુઓ પર પ્રતિબંધ: દિવાસળી, લાઈટર, મીણબત્તી વગેરે જેવી જ્વલનશીલ વસ્તુઓ સાથે રાખવાની મંજૂરી નથી.
૩. તોડફોડ કે નુકસાન: કિલ્લાની દીવાલો પર ચિતરામણ કરવું કે કોઈ પણ રીતે તેને નુકસાન પહોંચાડવું એ શિક્ષાપાત્ર ગુનો છે.
૪. ડ્રોન પર પ્રતિબંધ: લેખિત પરવાનગી વગર ત્યાં ડ્રોન કે ટ્રાયપોડનો ઉપયોગ કરવા પર મનાઈ છે.
પનિશમેન્ટ પણ જાણી લો: જો કોઈ ASIના નિયમોનું ઉલ્લંઘન કરે છે અથવા તો ઐતિહાસિક ધરોહરને નુકસાન પહોંચાડે છે તો તેને ₹૧ લાખ સુધીનો દંડ, ૨ વર્ષ સુધીની જેલ અથવા આ બંને પનિશમેન્ટ થઈ શકે છે.
૩૧ ઓગસ્ટ સુધી ચોમાસા સંબંધિત કડક નિયમો
જોકે હાલમાં મોન્સૂન દરમ્યાન એક્સિડન્ટ (Lohagad Fort Viral Video) રોકવા માટે પુણે જિલ્લા તંત્રએ લોહગડ, વિસાપુર, રાજમાચી, તિકોના, સિંહગઢ, પવાન ડેમ અને લોનાવાલા ક્ષેત્રના પ્રવાસન સ્થળો પર ૩૧ ઓગસ્ટ સુધી વિશેષ પ્રતિબંધો લાગુ કર્યા છે. જેમાં ઊંડા પાણીમાં ઊતરવા, ધોધ નીચે બેસવા, ખીણના કિનારે કે જોખમી જગ્યાઓએ સેલ્ફી લેવા, મોટેથી મ્યુઝિક વગાડવા, પાણી પ્રદૂષિત કરવા કે જોખમી સ્ટંટ કરવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે.
