Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ગુજરાતને એના ગઢમાં ક્યારેય માત નથી આપી શકી મુંબઈની પલટન

ગુજરાતને એના ગઢમાં ક્યારેય માત નથી આપી શકી મુંબઈની પલટન

Published : 20 April, 2026 02:48 PM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમદાવાદમાં નવા સ્ટેડિયમમાં ગુજરાત સામે ચાર મૅચ હાર્યું છે, એકમાત્ર જીત જૂના મોટેરા સ્ટેડિયમમાં છેક ૨૦૧૪માં મળી હતી

હાર્દિક પંડ્યા અને શુભમન ગિલ

હાર્દિક પંડ્યા અને શુભમન ગિલ


IPL 2026ની ૩૦મી મૅચ આજે વિશ્વપ્રખ્યાત નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. હાર્દિક પંડ્યા માટે જૂની ટીમ સામે પોતાની વર્તમાન ટીમને જબરદસ્ત કમબૅક કરાવવાનો પડકાર હશે. પહેલી જીત બાદ મુંબઈ ઇન્ડિયન્સ લાગલગાટ ચાર મૅચ હાર્યું છે. શુભમન ગિલની ગુજરાત ટાઇટન્સ શરૂઆતની બે હાર બાદ જીતની હૅટ-ટ્રિક લગાવી ચૂક્યું છે. મુંબઈ માટે આજે હૅમસ્ટ્રિંગ ઇન્જરીથી પીડિત રોહિત શર્મા રમશે કે નહીં એના પર નજર હશે. મુંબઈ માટે હજી હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ, જસપ્રીત બુમરાહ, શાર્દૂલ ઠાકુર, ટ્રેન્ટ બોલ્ટ જેવા સ્ટાર પ્લેયર્સ અપેક્ષા અનુસારનું પ્રદર્શન નથી કરી રહ્યા.

મૅચનો સમય સાંજે ૭.૩૦ વાગ્યાથી



બીજી તરફ ગુજરાતનો ટૉપ-ઑર્ડર શુભમન ગિલ, સાઈ સુદર્શન અને જૉસ હેઝલવુડ શાનદાર ફૉર્મમાં છે. ગ્લેન ફિલિપ્સ, વૉશિંગ્ટન સુંદર અને રાહુલ તેવતિયા હજી મિડલ-ઑર્ડરમાં સારું પ્રદર્શન કરી શક્યા નથી. પ્રસિદ્ધ ક્રિષ્ના અને રાશિદ ખાન ટીમના બોલિંગ યુનિટના મુખ્ય સ્તંભ બન્યા છે. મોહમ્મદ સિરાજ અને કૅગિસો રબાડા ખૂબ ખર્ચાળ સાબિત થયા છે. વિશ્વના આ સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સની ટીમ ૭માંથી ૬ મૅચ હારી છે. નવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મુંબઈ ૨૦૨૩થી પાંચ મૅચ રમ્યું છે એમાંથી ચાર મૅચમાં હોમ ટીમ અને અંતિમ મૅચ ક્વૉલિફાયર-ટૂ મૅચમાં પંજાબ કિંગ્સ સામે હાર્યું હતું. અગાઉ જ્યારે જૂના સ્ટેડિયમ એટલે કે મોટેરામાં મુંબઈ ૨૦૧૪-’૧૫ દરમ્યાન બે મૅચ રાજસ્થાન રૉયલ્સ સામે રમ્યું હતું અને માત્ર એક જીત ૨૦૧૪માં મેળવી શક્યું હતું. ગુજરાત પોતાના આ ગઢમાં પચીસમાંથી ૧૪ મૅચ જીત્યું છે અને ૧૧ મૅચ હાર્યું છે. વર્તમાન સીઝનની બે મૅચમાં ગુજરાત અહીં રાજસ્થાન સામે હાર્યું છે અને કલકત્તા સામે જીત્યું હતું. 


બન્ને ટીમનો હેડ-ટુ-હેડ રેકૉર્ડ 

મૅચ

ગુજરાતની જીત

મુંબઈની જીત

મુંબઈ ઇન્ડિયન્સમાં આવીને હાર્દિક પંડ્યાનો કૅપ્ટન્સી રેકૉર્ડ બગડ્યો


હાર્દિક પંડ્યા અને મુંબઈ ઇન્ડિયન્સ હાલમાં સૌથી મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યાં છે. ૨૦૨૨થી અત્યાર સુધી તે કૅપ્ટન તરીકે IPLની ૬૪ મૅચમાંથી ૩૬ મૅચ જીત્યો છે અને ૨૮ મૅચમાં તેને હાર મળી છે. કૅપ્ટન તરીકે તેની જીતની ટકાવારી ૫૬.૨૫ ટકા રહી છે. IPLમાં કૅપ્ટન તરીકે તેનાં પહેલાં બે વર્ષ સુવર્ણિમ રહ્યાં હતાં. ગુજરાત ટાઇટન્સને તેણે ૨૦૨૨ અને ૨૦૨૩માં અનુક્રમે ચૅમ્પિયન અને રનરઅપ બનાવી હતી. ગુજરાત સાથે તેની જીતની ટકાવારી ૭૦.૯૬ ટકા રહી હતી. તેણે ગુજરાતને ૩૧માંથી ૨૨ મૅચ જિતાડી આપી હતી અને માત્ર ૯ મૅચમાં હાર મળી હતી. 

૨૦૨૪થી મુંબઈ સામે તેની જીતનો રેકૉર્ડ ૪૨.૪૨ ટકા રહ્યો છે. ૩૩ મૅચમાંથી તે મુંબઈને ૧૪ મૅચમાં જીત અપાવી શક્યો છે અને ૧૯ મૅચમાં તેણે હારનો સામનો કર્યો છે. મુંબઈની ટીમ ૨૦૨૪માં ૧૦મા ક્રમની ટીમ, ૨૦૨૫માં ક્વૉલિફાયર-ટૂ સુધી પહોંચનારી ટીમ અને વર્તમાન સીઝનમાં તળિયાની ટીમમાંની એક છે.

 હાર્દિક પંડ્યાએ કૅપ્ટન્સીમાંથી બ્રેક લેવો જોઈએ અને તો જ મુંબઈ ટીમની મુશ્કેલીઓનું સમાધાન થશે. રોહિત શર્માને કૅપ્ટન્સીમાં પાછા લાવો. - ભારતનો ભૂતપૂર્વ ક્રિકેટર મનોજ તિવારી 

ફ્રી, ફ્લાઇંગ, ફિયરલેસ હાર્દિક પંડ્યા ફૉરેવર

હાર્દિક પંડ્યાએ ૨૦૧૫ની ૧૯ એપ્રિલે મુંબઈ તરફથી IPL-ડેબ્યુ કર્યું હતું. તેણે ગઈ કાલે IPLમાં ૧૧ વર્ષ પૂરાં કર્યાં હતાં. હાર્દિક પંડ્યાનો આ ફોટો શૅર કરીને ગર્લફ્રેન્ડ માહિકા શર્માએ સોશ્યલ મીડિયા પર લખ્યું હતું, ‘ફ્રી, ફ્લાઇંગ, ફિયરલેસ હાર્દિક પંડ્યા ફૉરેવર.’ ૨૦૧૫થી ૨૦૨૧ સુધી તે મુંબઈ માટે સતત સાત સીઝન રમ્યા બાદ બે વર્ષ ગુજરાત માટે રમ્યો હતો. તે ૨૦૨૪માં ફરી ટીમમાં પાછો ફર્યો અને સતત ત્રણ સીઝનથી રમી રહ્યો છે. પહેલી સીઝનમાં તે મુંબઈ માટે ૧૦ લાખ રૂપિયામાં રમ્યો હતો, હવે ૧૬.૩૫ કરોડ રૂપિયામાં રમી રહ્યો છે. 

Whatsapp-channel Whatsapp-channel

20 April, 2026 02:48 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK