ન્યુઝીલૅન્ડ A સામેની ત્રીજી અનઆૅફિશ્યલ ટેસ્ટના પ્રથમ દિવસે ઇન્ડિયા Aએ બે વિકેટે ૨૨૭ રન કર્યા, સાઈ સુદર્શનના અણનમ ૭૭ રન.
યશસ્વી જાયસવાલ
ડાબોડી ઓપનર યશસ્વી જાયસવાલે પોતાનું શાનદાર ફૉર્મ જાળવી રાખીને ફટકારેલી સળંગ બીજી સદીની મદદથી ન્યુ ઝીલૅન્ડ A સામેની ત્રીજી અનઑફિશ્યલ ટેસ્ટ-મૅચના પ્રથમ દિવસે ઇન્ડિયા A મજબૂત સ્થિતિમાં પહોંચી ગયું છે. જાયસવાલે ૧૦૨ રન બનાવ્યા હતા, જ્યારે સાઈ સુદર્શન ૭૭ રને અણનમ રહ્યો હતો. વરસાદના કારણે રમત વહેલી અટકાવી દેવાઈ ત્યારે ઇન્ડિયા Aએ બે વિકેટે ૨૨૭ રન બનાવી લીધા હતા.
ક્રાઇસ્ટચર્ચ ખાતે રમાયેલી અગાઉની અનઑફિશ્યલ ટેસ્ટમાં ૧૫૫ રનની અણનમ ઇનિંગ્સ રમનારા જાયસવાલે ફરી એક વાર ન્યુ ઝીલૅન્ડ ‘A’ના બોલિંગ-આક્રમણને ધ્વસ્ત કરી નાખ્યું હતું. તેણે સાઈ સુદર્શન સાથે મળીને ૧૭૫ રનની મજબૂત ઓપનિંગ ભાગીદારી કરીને ટીમ માટે પાયો નાખ્યો હતો.
ADVERTISEMENT
ટૉસ હાર્યા બાદ ઇન્ડિયા Aને પહેલાં બૅટિંગનું આમંત્રણ મળ્યું હતું. ૧૯ નવેમ્બરથી ન્યુ ઝીલૅન્ડ સામે શરૂ થનારી ટેસ્ટ-સિરીઝની તૈયારીઓના ભાગરૂપે આ મૅચમાં જસપ્રીત બુમરાહ, રવીન્દ્ર જાડેજા અને પ્રસિદ્ધ ક્રિષ્નાનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
યશસ્વી જાયસવાલ આઉટ થયા પછી દેવદત્ત પડિક્કલ રમવા આવ્યો હતો, પણ તેણે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. તે ૫૩ બૉલમાં માત્ર ૧૫ રન કરીને આઉટ થયો હતો.
સાઈ સુદર્શન સાથે કૅપ્ટન ધ્રુવ જુરેલ ૧૨ રન કરીને અણનમ રહ્યો હતો.
