Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > રોહિત શર્માને પાછળ રાખીને ઇન્ડિયાની નંબર-વન T20 બૅટર બની સ્મૃતિ માન્ધના

રોહિત શર્માને પાછળ રાખીને ઇન્ડિયાની નંબર-વન T20 બૅટર બની સ્મૃતિ માન્ધના

Published : 19 April, 2026 10:05 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

T20 ઇન્ટરનૅશનલમાં હવે માત્ર સુઝી બેટ્સ અને બાબર આઝમની પાછળ છે ભારતની વાઇસ-કૅપ્ટન

સ્મૃતિ માન્ધના

સ્મૃતિ માન્ધના


શુક્રવારે ડરબનમાં સાઉથ આફ્રિકાની મહિલા ટીમે ભારત સામેની પાંચ T20 મૅચની સિરીઝમાં ૧-૦થી લીડ મેળવી છે. ભારતીય ટીમે જેમિમા રૉડ્રિગ્સના ૪૭ રનના આધારે ૭ વિકેટ ગુમાવીને ૧૫૭ રન કર્યા હતા. જવાબમાં યજમાન ટીમે કૅપ્ટન લૉરા વૉલ્વાર્ટના ૫૧ રનના આધારે ૧૯.૧ ઓવરમાં ૧૫૮-૪નો સ્કોર કરીને ૬ વિકેટે જીત નોંધાવી હતી. આજે ડરબનમાં જ ભારતીય સમય અનુસાર સાંજે ૫.૩૦ વાગ્યે સિરીઝની બીજી મૅચ શરૂ થશે. પહેલી મૅચમાં વાઇસ-કૅપ્ટન અને ઓપનર સ્મૃતિ માન્ધના ૧૪ બૉલમાં એક સિક્સના આધારે માત્ર ૧૩ રન કરી શકી હતી. જોકે આ નાનકડી ઇનિંગ્સની મદદથી તે ભારતની નંબર-વન T20 બૅટર બની ગઈ છે. T20 ઇન્ટરનૅશનલમાં ભારત માટે હાઇએસ્ટ રન કરવા મામલે તેણે રોહિત શર્માના (૧૫૯ મૅચમાં ૪૨૩૧ રન) રેકૉર્ડને તોડ્યો હતો. સ્મૃતિ માન્ધનાએ ૧૬૧ મૅચમાં ભારત માટે ૪૨૪૪ રન કર્યા છે. આ દરમ્યાન તેણે એક સદી અને ૩૩ ફિફ્ટી પણ ફટકારી છે.

T20 ઇન્ટરનૅશનલમાં સ્મૃતિ માન્ધના 

મૅચ

૧૬૧ 

રન

૪૨૪૪

ફોર

૫૭૦ 

સિક્સ

 ૮૪

સદી

ફિફ્ટી

૩૩

ઍવરેજ

૩૦.૩૧

સ્ટ્રાઇક-રેટ

૧૨૪.૩૮



ફેબ્રુઆરી ૨૦૨૬માં સ્મૃતિએ રોહિત શર્માના ૪૨૩૧ રનના રેકૉર્ડની બરાબરી કરી હતી. એ સમયે ઍડીલેડમાં ઑસ્ટ્રેલિયા સામેની ૮૨ રનની ઇનિંગ્સથી તેણે વિરાટ કોહલી (૧૨૫  મૅચમાં ૪૧૮૮ રન)નો રેકૉર્ડ તોડ્યો હતો. T20 ઇન્ટરનૅશનલમાં હાઇએસ્ટ રન કરવાના મામલે ન્યુ ઝીલૅન્ડની સુઝી બેટ્સ ૧૭૫ મૅચમાં ૪૭૧૭ રન સાથે પહેલા ક્રમે છે. પાકિસ્તાનનો બાબર આઝમ આ લિસ્ટમાં ૧૩૬ મૅચમાં ૪૫૯૬ રન સાથે બીજા ક્રમે છે. 


Whatsapp-channel Whatsapp-channel

19 April, 2026 10:05 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK