ચેન્નઈ સામે સીઝનની પહેલી ટક્કરમાં ૨૩ રને દિલ્હીને મળી હતી હાર, બન્ને ટીમને સીઝનની નવ મૅચમાં ચાર જીત અને પાંચ હાર મળી છે
ગઈ કાલે પ્રૅક્ટિસ દરમ્યાન દિલ્હીનો કૅપ્ટન અક્ષર પટેલ અને કે. એલ. રાહુલ વૉર્મ-અપ કરતા જોવા મળ્યા હતા
IPL 2026ની ૪૮મી મૅચ આજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. દિલ્હી કૅપિટલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વર્તમાન સીઝનમાં ૯ મૅચ રમ્યાં છે અને એમાંથી ચાર જીત મેળવીને પાંચ મૅચ હાર્યાં છે. છેલ્લી મૅચમાં દિલ્હીને રાજસ્થાન અને ચેન્નઈને મુંબઈ સામે જીત મળી હોવાથી બન્ને ટીમ જીતના ટ્રૅક પર બની રહેવાનો પ્રયાસ કરશે.
આ બન્ને ટીમની સીઝનની પહેલી ટક્કરમાં ચેન્નઈએ ૨૩ રને જીત મળી હતી. ૧૧ એપ્રિલની એ મૅચમાં ચેન્નઈએ બે વિકેટ ગુમાવીને ૨૧૨ રન કર્યા હતા. જવાબમાં દિલ્હી ૧૮૯ રને ઢેર થયું હતું. પ્લેઑફની રેસમાં ટકી રહેવા માટે બન્ને ટીમે લીગ-સ્ટેજની અંતિમ પાંચેય મૅચમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપવું પડશે.
ADVERTISEMENT
અરુણ જેટલી સ્ટેડિયમમાં ચેન્નઈને ૧૩ મૅચમાંથી ૮ જીત અને પાંચ હાર મળી છે. ચેન્નઈ હોમ-ટીમ સામે ૮ મૅચ રમ્યું છે અને ૬ મૅચ જીત્યું છે. દિલ્હીને પોતાનો હોમ ગ્રાઉન્ડ પર આ હરીફ સામે ૨૦૧૮ અને ૨૦૧૨માં જીત મળી હતી.
દિલ્હીમાં હોમ-ટીમ ૯૪ મૅચમાંથી ૪૧ જીત અને બાવન હારનો સામનો કરી ચૂકી છે, જ્યારે એક મૅચ નો-રિઝલ્ટ રહી હતી. વર્તમાન સીઝનમાં દિલ્હી અહીં ચાર મૅચ રમ્યું છે. પહેલી મૅચમાં મુંબઈ સામે ૬ વિકેટે જીત મળી હતી. જોકે બાકીની ત્રણેય મૅચમાં કારમી હાર મળી છે. ગુજરાત સામે ૧ રનની હાર, પંજાબ સામે ૨૬૫ રનનો ટાર્ગેટ ડિફેન્ડ ન કરીને ૬ વિકેટની હાર અને બૅન્ગલોર સામે ૭૫ રને ઑલઆઉટ થઈને ૮૧ બૉલ પહેલાં મળેલી હારથી દિલ્હીની સફર મુશ્કેલ બની છે.
|
બન્ને ટીમનો હેડ-ટુ-હેડ રેકૉર્ડ |
|
|
મૅચ |
૩૨ |
|
ચેન્નઈની જીત |
૨૦ |
|
દિલ્હીની જીત |
૧૨ |
