Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ચેન્નઈના જૂના અને વર્તમાન ધુરંધરોએ ROAR 2026 ઇવેન્ટમાં મચાવી ધમાલ

ચેન્નઈના જૂના અને વર્તમાન ધુરંધરોએ ROAR 2026 ઇવેન્ટમાં મચાવી ધમાલ

Published : 23 March, 2026 12:46 PM | IST | Chennai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જૂના અને વર્તમાન ખેલાડીઓને ફૅન્સના સ્ટૅન્ડની નજીક જઈને અભિવાદન પણ સ્વીકાર્યું હતું

ચેન્નઈ ટીમે જીતેલી ટ્રોફી સાથે જૂના ખેલાડીઓએ પોઝ આપ્યો

ચેન્નઈ ટીમે જીતેલી ટ્રોફી સાથે જૂના ખેલાડીઓએ પોઝ આપ્યો


IPL 2026 પહેલાં ગઈ કાલે ચેન્નઈ સુપર કિંગ્સે ચેપૉક સ્ટેડિયમમાં પ્રી-સીઝન ઇવેન્ટનું આયોજન કર્યું હતું. એ. આર. રહમાન જેવા કલાકારોના પર્ફોર્મન્સ પહેલાં મેદાન પર ચેન્નઈના જૂના પ્લેયર્સ અને વર્તમાન પ્લેયર્સ પ્રૅક્ટિસ-મૅચ પણ રમ્યા હતા. ટીમના જૂના ખેલાડીઓ અંબાતી રાયુડુ, મૅથ્યુ હેડન, મુથૈયા મુરલીધરન, પાર્થિવ પટેલ, એસ. બદરીનાથ, સુરેશ રૈના, ડ્વેન બ્રાવો, હરભજન સિંહ, જોગિન્દર શર્મા, મુરલી વિજય અને લક્ષ્મીપતિ બાલાજી ફરી એક વખત યલો જર્સીમાં રમતા જોવા મળ્યા હતા.



ડ્વેન બ્રાવો અને સુરેશ રૈના જેવા ખેલાડીઓની પાછળ વિકેટકીપિંગ કરતો જોવા મળ્યો ધોની


ભારત માટે અન્ડર-19 વર્લ્ડ કપ જીતનાર આયુષ મ્હાત્રે અને T20 વર્લ્ડ કપ જીતનાર સંજુ સૅમસન તથા શિવમ દુબેને મહેન્દ્ર સિંહ ધોનીએ સ્મૃતિભેટ આપીને સન્માનિત કર્યા હતા. જૂના અને વર્તમાન ખેલાડીઓને ફૅન્સના સ્ટૅન્ડની નજીક જઈને અભિવાદન પણ સ્વીકાર્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

23 March, 2026 12:46 PM IST | Chennai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK