વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ સામે ૧૨માંથી પાંચ મૅચ જીત્યું છે ચેન્નઈ
ઇન્જર્ડ પ્લેયર્સના રિપ્લેસમેન્ટ તરીકે ચેન્નઈની સ્ક્વૉડમાં જોડાયા મુંબઈનો આયુષ મ્હાત્રે અને સાઉથ આફ્રિકાનો ઑલરાઉન્ડર ડેવાલ્ડ બ્રેવિસ.
IPL 2025ના આઠમા ડબલ હેડરનો આજનો બીજો મુકાબલો અને સીઝનની ૩૮મી મૅચ મુંબઈ ઇન્ડિયન્સ (MI) અને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે રમાશે. બન્ને પાંચ વારની IPL ચૅમ્પિયન ટીમો વચ્ચે વર્તમાન સીઝનમાં આ બીજી ટક્કર હશે. ૨૩ માર્ચે ચેપૉક સ્ટેડિયમમાં રમાયેલી મૅચમાં હોમ ટીમ ચેન્નઈએ ચાર વિકેટે મુંબઈને માત આપી હતી. મહેન્દ્ર સિંહ ધોની અને હાર્દિક પંડ્યાની ટીમ વચ્ચેની આ અલ-ક્લાસિકો મૅચ પર આખા ક્રિકેટજગતની નજર રહેશે.
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં બન્ને ટીમ વચ્ચે ૧૧ મૅચ રમાઈ છે જેમાં હોમ ટીમ મુંબઈએ સાત જીત મેળવી છે, જ્યારે ચેન્નઈની ટીમ પાંચ મૅચ જીતી શકી છે. ચેન્નઈની ટીમ વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ સામે ૨૦૨૩ અને ૨૦૨૪માં બન્ને મૅચ જીતી છે એટલે કે તેમની સામે આ સ્ટેડિયમમાં હોમ ટીમ સામે હૅટ-ટ્રિકની તક રહેશે, જ્યારે મુંબઈની ટીમ વર્તમાન સીઝનમાં જીતની હૅટ-ટ્રિક કરવાનો ટાર્ગેટ રાખશે.
ADVERTISEMENT
હેડ-ટુ-હેડ રેકૉર્ડ |
|
કુલ મૅચ |
૩૮ |
MIની જીત |
૨૦ |
CSKની જીત |
૧૮ |
મૅચનો સમય
સાંજે ૭.૩૦ વાગ્યાથી

