હવે તેમની આગામી અને અંતિમ ગ્રુપ-સ્ટેજ મૅચ જયપુરમાં પંજાબ કિંગ્સ સામે ૨૬ મેએ છે
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
મુંબઈ ઇન્ડિયન્સે ગયા બુધવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં દિલ્હી કૅપિટલ્સને હરાવીને પ્લેઑફ્સમાં એન્ટ્રી મારી હતી. હવે તેમની આગામી અને અંતિમ ગ્રુપ-સ્ટેજ મૅચ જયપુરમાં પંજાબ કિંગ્સ સામે ૨૬ મેએ છે. આ બધા વચ્ચે ટ્રાવેલિંગ દરમ્યાન મુંબઈ ટીમના આઠ સભ્યો ટીમ-બસ માટે મોડા પડ્યા હોવાથી કૅપ્ટન હાર્દિક પંડ્યા, ન્યુ ઝીલૅન્ડનો ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટ, સ્પિનર કર્ણ શર્મા સહિત સપોર્ટ સ્ટાફના કેટલાક સભ્યોને પણ પરંપરા અનુસાર પનિશમેન્ટ સૂટ પહેરવા પડ્યા હતા. જોકે રન-વે પર પ્રાઇવેટ પ્લેનની સામે જ તેમણે આ સૂટમાં સુપરમૅનની જેમ ફોટો માટે પોઝ આપ્યો હતો.


