અવૉર્ડ લીધા બાદ ઇન્ટરવ્યુ દરમ્યાન કૉમેન્ટેટર હર્ષા ભોગલે વરસાદથી બચવા માઇક સાથે છત્રી લઈને ઊભો રહ્યો હતો. આવો રેઇન સ્પેશ્યલ ઇન્ટરવ્યુ ક્રિકેટજગતમાં ભાગ્યે જ જોવા મળે છે.
પોસ્ટ-મૅચ અવૉર્ડ સેરેમની દરમ્યાન મુંબઈ ઇન્ડિયન્સનો સ્ટાર બૅટર સૂર્યકુમાર યાદવ છત્રી લઈને પહોંચ્યો હતો
બુધવારે વાનખેડે સ્ટેડિયમમાં દિલ્હી કૅપિટલ્સ સામે મુંબઈ ઇન્ડિયન્સની એકતરફી જીત બાદ વરસાદની ધમાકેદાર બૅટિંગ શરૂ થઈ હતી. પોસ્ટ-મૅચ અવૉર્ડ સેરેમની દરમ્યાન મુંબઈ ઇન્ડિયન્સનો સ્ટાર બૅટર સૂર્યકુમાર યાદવ છત્રી લઈને પહોંચ્યો હતો. અવૉર્ડ લીધા બાદ ઇન્ટરવ્યુ દરમ્યાન કૉમેન્ટેટર હર્ષા ભોગલે વરસાદથી બચવા માઇક સાથે છત્રી લઈને ઊભો રહ્યો હતો. આવો રેઇન સ્પેશ્યલ ઇન્ટરવ્યુ ક્રિકેટજગતમાં ભાગ્યે જ જોવા મળે છે.
13
T20 ફૉર્મેટમાં આટલામી વાર સળંગ પચીસ પ્લસ રનની ઇનિંગ્સ રમનાર સાઉથ આફ્રિકાના ટેમ્બા બવુમાના રેકૉર્ડની બરાબરી કરી સૂર્યકુમાર યાદવે.
ADVERTISEMENT
બીવી ને બોલા કરને કા, મતલબ કરને કા
દિલ્હી કૅપિટલ્સ સામે સૂર્યકુમાર યાદવ ૪૩ બૉલમાં ૭૩ રનની અણનમ ઇનિંગ્સ રમીને પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. તેણે મૅચ બાદ ખુલાસો કર્યો કે તેની પત્ની વર્તમાન સીઝનમાં તેને પ્લેયર ઑફ ધ મૅચ અવૉર્ડ જીતતો જોવા ઇચ્છે છે. આ અવૉર્ડ જીત્યા બાદ તેણે પત્ની દેવિશા સાથે રસપ્રદ વિડિયો શૅર કર્યો હતો જેમાં તેણે પત્ની સાથે ટ્રોફી શૅર કરતાં કહ્યું કે ‘પત્નીએ કહ્યું હતું કે તમામ ટ્રોફી લઈને આવે છે માત્ર પ્લેયર ઑફ ધ મૅચની ટ્રોફી લઈને નથી આવતો, તો આ લો.’

આ વિડિયોના કૅપ્શનમાં તેણે લખ્યું કે ‘બીવી ને બોલા કરને કા, મતલબ કરને કા.’ વર્તમાન સીઝનની ૧૩ મૅચમાં સૂર્યા સૌથી વધુ ચોગ્ગા, છગ્ગા અને સ્ટ્રાઇક-રેટ સંબંધિત અન્ય અવૉર્ડ જીતી ચૂક્યો છે.


