Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ન્યૂઝ શૉર્ટમાં : ૨૦૦ IPL વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યો યુઝવેન્દ્ર ચહલ અને વધુ સમાચાર

ન્યૂઝ શૉર્ટમાં : ૨૦૦ IPL વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યો યુઝવેન્દ્ર ચહલ અને વધુ સમાચાર

23 April, 2024 07:52 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રવિવારે મૅચ હારનાર બન્ને ટીમના કૅપ્ટનને મોટો ફટકો , હાર્દિક, પંત કે બુમરાહને નહીં; ગિલને રોહિતનો ઉત્તરાધિકારી માને છે રૈના

યુઝવેન્દ્ર ચહલ

IPL 2024

યુઝવેન્દ્ર ચહલ


ચેસ અને ક્રિકેટમાં ભારત માટે પ્રતિનિધિત્વ કરનાર એકમાત્ર ખેલાડી યુઝવેન્દ્ર ચહલે ગઈ કાલે ઇતિહાસ રચ્યો હતો. ૩૩ વર્ષનો યુઝવેન્દ્ર ચહલ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ૨૦૦ વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યો હતો. પાતળા શરીરને કારણે નજીકના લોકો જેને ‘સિંગલ હડ્ડી’ કહીને બોલાવે છે એ યુઝવેન્દ્ર ચહલ મુંબઈ ઇન્ડિયન્સ સામે ટીમની ૮મી ઓવરમાં મોહમ્મદ નબીનો વળતો કૅચ પકડીને ૨૦૦ IPL વિકેટ લેનાર દુનિયાનો પ્રથમ બોલર બન્યો હતો. મુંબઈ સામે ૪ ઓવરમાં ૪૮ રન આપીને તેણે ૧ વિકેટ લીધી હતી. ૧૦ વર્ષની ઉંમરથી ક્રિકેટ રમનાર યુઝવેન્દ્ર ચહલે શરૂઆતમાં વર્લ્ડ યંગ ચેસ ચૅમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધત્વ કર્યું હતું, પરતું સ્પૉન્સરશિપની અછતને કારણે તે આ રમતમાં કરીઅર બનાવી શક્યો નહોતો.

IPLમાં પ્રથમ બોલર...

૫૦ વિકેટ : આર. પી. સિંહ (૧૨ એપ્રિલ ૨૦૧૦)
૧૦૦ વિકેટ : લસિથ મલિન્ગા (૧૮ મે ૨૦૧૩)
૧૫૦ વિકેટ : લસિથ મલિન્ગા (૬ મે ૨૦૧૭)
૨૦૦ વિકેટ : યુઝવેન્દ્ર ચહલ (૨૨ એપ્રિલ ૨૦૨૪)

રવિવારે મૅચ હારનાર બન્ને ટીમના કૅપ્ટનને મોટો ફટકો
રવિવારે ડબલ હેડરના મુકાબલામાં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુને કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ૧ રનથી હારનો સામનો કરવો પડ્યો; જ્યારે ગુજરાત ટાઇટન્સે પંજાબ કિંગ્સ સામે ૩ વિકેટથી જીત મેળવી હતી. રવિવારે મૅચ હારનાર બૅન્ગલોરના કૅપ્ટન ફાફ ડુ પ્લેસી અને પંજાબના કૅપ્ટન સૅમ કરૅનને અલગ-અલગ કારણસર દંડ ફટકારવામાં આવ્યો છે. ફાફ ડુ પ્લેસીને સ્લો ઓવર-રેટને કારણે ૧૨ લાખનો અને સૅમ કરૅનને અમ્પાયરના નિર્ણય પર અસંતોષ જાહેર કરવાના કારણે આચારસંહિતાની ધારા ૨.૮ અનુસાર અડધી મૅચ ફીનો દંડ ભરવો પડશે.

નીરજ ચોપડાએ બતાવી અર્જુન જેવી એકાગ્રતા

રમતના મેદાન પર જે ખેલાડીનું મહાભારતના અર્જુન જેવું ફોકસ હોય છે તે ઇતિહાસ રચતો હોય છે. આવી જ એકાગ્રતા હાલમાં નીરજ ચોપડાએ બતાવી હતી. સોશ્યલ મીડિયા પર તેનો એક વિડિયો વાઇરલ થયો જેમાં તે જિમ-બૉલ પર ૧૫ સેકન્ડ સુધી બૅલૅન્સ કરતો જોવા મળ્યો. ટોક્યો ઑલિમ્પિક્સમાં જૅવલિન થ્રોમાં ગોલ્ડ જીતનાર નીરજ ચોપડા હવે પૅરિસ ઑલિમ્પિક્સ માટે ટર્કીમાં તાલીમ લઈ રહ્યો છે. આવતા મહિને તે દોહા ડાયમન્ડ લીગ અને પાવો નૂર્મી ગેમ્સમાં ૯૦ મીટર દૂર જૅવલિન થ્રો કરવાનો ભરપૂર પ્રયાસ કરશે. આ બન્ને ટુર્નામેન્ટ ઑલિમ્પિક્સમાં ટોચના ફૉર્મમાં રહેવા માટે એક વૉર્મ-અપ સમાન બની રહેશે.

હાર્દિક, પંત કે બુમરાહને નહીં; ગિલને રોહિતનો ઉત્તરાધિકારી માને છે રૈના
ભારતીય ટીમના કૅપ્ટન તરીકે હાર્દિક પંડ્યા, રિષભ પંત અને જસપ્રીત બુમરાહ જેવા ખેલાડીઓની ચર્ચા લાંબા સમયથી ચાલી રહી છે, પરંતુ સુરેશ રૈનાની નજરમાં આ ત્રણેય ખેલાડીઓ રોહિત શર્માના ઉત્તરાધિકારી નહીં હોય. ભારતીય ટીમ અત્યારે રોહિત શર્માની કૅપ્ટન્સીમાં રમે છે, પરંતુ ભાવિ કૅપ્ટનને લઈને આંતરિક ચર્ચા શરૂ થઈ ગઈ છે. ભારતીય ટીમના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર સુરેશ રૈનાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે હાર્દિક, પંત અને બુમરાહ નહીં, પરંતુ શુભમન ગિલ ભારતનો ભાવિ કૅપ્ટન હશે. ૨૪ વર્ષનો શુભમન ગિલ હાલમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ના સૌથી યુવા કૅપ્ટન તરીકે ગુજરાત ટાઇટન્સનું નેતૃત્વ કરી રહ્યો છે. તેની કૅપ્ટન્સીમાં ગુજરાત ટાઇટન્સે હમણાં સુધી ૮માંથી ૪ મૅચ જીતી છે.

કલકત્તાના ખેલાડીઓ ગૉલ્ફ રમ્યા

કોલકાતા નાઇટ રાઇડર્સના ખેલાડીઓએ ગઈ કાલે રૉયલ કલકત્તા ગૉલ્ફ ક્લબમાં જઈને ગૉલ્ફની રમત પર હાથ અજમાવ્યો હતો. રિન્કુ સિંહ, મિચેલ સ્ટાર્ક અને ફીલ સૉલ્ટ ગૉલ્ફ રમી રહ્યા હતા, જ્યારે આન્દ્રે રસેલ અને સુનીલ નારાયણ ચાય પે ચર્ચામાં વ્યસ્ત હતા.


Whatsapp-channel Whatsapp-channel

23 April, 2024 07:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK