Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > IPLમાં એક જ ગ્રાઉન્ડમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકાૅર્ડ હવે સુનીલ નારાયણના નામે

IPLમાં એક જ ગ્રાઉન્ડમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકાૅર્ડ હવે સુનીલ નારાયણના નામે

01 May, 2024 06:18 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઈડન ગાર્ડન્સમાં લીધી ૬૯ વિકેટ : આ પહેલાં લસિથ મલિન્ગાએ વાનખેડે સ્ટેડિયમમાં ૬૮ વિકેટ લીધી હતી

સુનીલ નારાયણ

IPL 2024

સુનીલ નારાયણ


સોમવારે ઈડન ગાર્ડન્સમાં રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૪૭મી મૅચમાં કોલકાતા નાઇટ રાઇડર્સે ૭ વિકેટથી જીત મેળવી હતી. દિલ્હી કૅપિટલ્સે ૯ વિકેટ ગુમાવીને ૧૫૪ રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને કૅપ્ટન શ્રેયસ ઐયરની ટીમે ૩ વિકેટના નુકસાન સાથે ૧૬.૩  ઓવરમાં ૧૫૭ રન બનાવીને ચેઝ કરી લીધો હતો. આ સાથે રિષભ પંતની ટીમને જીતની હૅટ-ટ્રિક કરતાં રોકીને કલકત્તાની ટીમ જીતના ટ્રૅક પર પરત ફરી હતી. ઈજાને કારણે કેટલીક મૅચ માટે બહાર રહેનાર કલકત્તાના સૌથી મોંઘા IPL ખેલાડી મિચલ સ્ટાર્કે ૩ ઓવરમાં માત્ર ૧ વિકેટ લીધી હતી. તે ૧૪.૩૩ના ઇકૉનૉમી-રેટથી ૪૩ રન આપીને આ મૅચમાં સૌથી ખર્ચાળ બોલર બન્યો હતો. IPL ઇતિહાસમાં તેણે પાવરપ્લેમાં ૧૮ ઓવર ફેંકીને ૨૦૦ રન આપીને માત્ર ૪ વિકેટ ઝડપી છે. ઇમ્પૅક્ટ પ્લેયર વરુણ ચક્રવર્તી ૪ ઓવરમાં ૧૬ રન આપીને ૩ વિકેટ લઈને પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. 

કલકત્તાના ઓપનર ફિલ સૉલ્ટે ૭ ચોગ્ગા અને ૫ સિક્સરની મદદથી ૬૮ રન ફટકારીને બે  રેકૉર્ડ પોતાને નામે કર્યા હતા. ૧૭મી સીઝનમાં ૬ ઇનિંગ્સમાં ૩૪૪ રન બનાવી તે ઈડન ગાર્ડન્સમાં એક સીઝનમાં સૌથી વધારે રન બનાવનાર બૅટ્સમૅન બન્યો હતો. આ પહેલાં ૨૦૧૦માં સૌરવ ગાંગુલીએ ૭ ઇનિંગ્સમાં ૩૩૧ રન ફટકાર્યા હતા. તે એક મૅચમાં પાવરપ્લેમાં સૌથી વધુ ૬૦ રન ફટકારનાર કલકત્તાનો પ્રથમ બૅટ્સમૅન બન્યો હતો. આ પહેલાં સુનીલ નારાયણે ૨૦૧૭માં બૅન્ગલોર સામે પાવરપ્લેમાં ૫૪ રન ફટકાર્યા હતા.



આ મૅચમાં ઑલરાઉન્ડર સુનીલ નારાયણે દિગ્ગજ શ્રીલંકન બોલર લસિથ મલિન્ગાનો મોટો રેકૉર્ડ તોડ્યો હતો. આ મૅચમાં ૧ વિકેટ લઈને તે એક ક્રિકેટ સ્ટેડિયમમાં સૌથી વધારે IPL વિકેટ લેનાર બોલર બન્યો હતો. તેણે ઈડન ગાર્ડન્સમાં કુલ ૬૯ વિકેટ લીધી છે, જ્યારે ભૂતપૂર્વ મુંબઈ ઇન્ડિયન્સના બોલર લસિથ મલિન્ગાએ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સૌથી વધારે ૬૮ વિકેટ લીધી હતી.


35
આટલા રન નવમા ક્રમે આવીને કુલદીપ યાદવે બનાવ્યા. હરભજન સિંહ (૪૯ રન) બાદ આ ક્રમે સૌથી વધારે રન એક ઇનિંગ્સમાં બનાવનાર બીજો ખેલાડી બન્યો કુલદીપ યાદવ 

22
આટલી વિકેટ IPL 2024માં કલકત્તાના સ્પિનરોએ લીધી છે


IPLમાં કોઈ ચોક્કસ સ્થળ
પર સૌથી વધુ વિકેટ

વિકેટ

સ્ટેડિયમ

બોલર

૬૯

ઈડન ગાર્ડન્સ

સુનીલ નારાયણ

૬૮

વાનખેડે

લસિથ મલિન્ગા

૫૮

દિલ્હી

અમિત મિશ્રા

૫૨

બૅન્ગલોર

યુઝવેન્દ્ર ચહલ

૪૯

વાનખેડે

હરભજન સિંહ

 

Whatsapp-channel Whatsapp-channel

01 May, 2024 06:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK