Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વિલ જૅક્સે પ્રથમ ૫૦ રન ૩૧ બૉલમાં કર્યા અને બીજા ૫૦ માત્ર ૧૦ બૉલમાં

વિલ જૅક્સે પ્રથમ ૫૦ રન ૩૧ બૉલમાં કર્યા અને બીજા ૫૦ માત્ર ૧૦ બૉલમાં

29 April, 2024 07:06 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિલ જૅક્સની તોફાની અને વિરાટ કોહલીની આક્રમક બૅટિંગની મદદથી ગુજરાતના તોતિંગ સ્કોરને આસાનીથી આંબી લીધો બૅન્ગલોરે : ગુજરાતના ત્રણ વિકેટે ૨૦૦ના જવાબમાં બૅન્ગલોરના માત્ર ૧૬ ઓવરમાં ૧ વિકેટે ૨૦૬

વિરાટ કોહલી ,  વિલ જૅકસ

IPL 2024

વિરાટ કોહલી , વિલ જૅકસ


ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૪૫મી મૅચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે ગઈ કાલે રમાઈ હતી. કૅપ્ટન શુભમન ગિલની ટીમ ગુજરાતે સાઈ સુદર્શનના ૮૪ રન અને શાહરુખ ખાનના ૫૮ રનની ઇનિંગ્સની મદદથી ૩  વિકેટ ગુમાવી ૧૯૯ રન ફટકાર્યા હતા.  વિરાટ કોહલીના ૭૦ રન અને વિલ જૅક્સના ૧૦૦ રનની મદદથી બૅન્ગલોરે ૧૬ ઓવરમાં જ ૧ વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી ૯ વિકેટથી ભવ્ય જીત મેળવી હતી. બૅન્ગલોરે ૧૪ વર્ષ બાદ બીજી વાર ૨૦૦ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. આ પહેલાં બૅન્ગલોરે ૨૦૪ રનનો ટાર્ગેટ ૨૦૧૦માં પંજાબ કિંગ્સ સામે સફળતાપૂર્વક ચેઝ કર્યો હતો. 

૧૦ મૅચમાં ૪ ફિફ્ટી અને ૧ સેન્ચુરીની મદદથી વિરાટ કોહલી વર્તમાન સીઝનમાં ૫૦૦ રન ફટકારનાર પ્રથમ બૅટર બન્યો હતો. ૭ IPL સીઝનમાં ૫૦૦ પ્લસ રન કરીને તેણે ડેવિડ વૉર્નરના રેકૉર્ડની બરાબરી કરી હતી. ૫૦૦ રન સાથે ઑરેન્જ કૅપહોલ્ડર બનેલા વિરાટ કોહલીએ સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મૅચમાં ૪૦૦ રન પૂરા કર્યા હતા અને બીજી જ મૅચમાં ૫૦૦ રન પૂરા કરી તેણે T20 વર્લ્ડ કપ પહેલાં ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપ્યો હતો. 



૨૦૦ પ્લસ લક્ષ્યનો પીછો કરતી વખતે સૌથી વધુ બૉલ બાકી રાખીને વિજય

બાકી બૉલ

મૅચ

વર્ષ

૨૪

બૅન્ગલોર-ગુજરાત

૨૦૨૪

૨૧

મુંબઈ-બૅન્ગલોર

૨૦૨૩

૧૫

દિલ્હી-ગુજરાત

૨૦૧૭

૧૨

મુંબઈ-હૈદરાબાદ

૨૦૨૩


ઇંગ્લૅન્ડનો પચીસ વર્ષનો વિલ જૅક્સ ૪૧ બૉલમાં ૧૦ સિક્સર અને પાંચ ચોગ્ગાની મદદથી સેન્ચુરી ફટકારી ચર્ચાનો વિષય બન્યો હતો. પ્રથમ ૫૦ રન તેણે ૩૧ બૉલમાં ફટકાર્યા હતા, પણ ત્યાર બાદના ૧૦ બૉલમાં જ તેણે બીજા ૫૦ રન ફટકારી પોતાની IPL સીઝનની પ્રથમ સેન્ચુરી પૂરી કરી હતી. ઇંગ્લૅન્ડ માટે ત્રણેય ફૉર્મેટમાં ૨૦ જેટલી મૅચ રમનાર ઑલરાઉન્ડર વિલ જૅક્સે હમણાં સુધી આંતરરાષ્ટ્રીય મૅચમાં માત્ર બે ફિફ્ટી ફટકારી હતી. માત્ર IPL મૅચ રમીને સેન્ચુરી ફટકારનાર વિલ જૅક્સને ૩.૨૦ કરોડમાં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુએ ખરીદ્યો હતો. બૅક-ટુ-બૅક બીજી જીત મેળવીને બૅન્ગલોરે હૈદરાબાદ બાદ ગુજરાતની ટીમનું પ્લેઑફનું સમીકરણ બગાડ્યું હતું. પ્લેઑફ માટેના કટઑફ ૧૬ પૉઇન્ટ મેળવવા ગુજરાતની ટીમે આગામી ચારેય મૅચ મોટા અંતરથી જીતવી પડશે.

IPLના ઇતિહાસની ફાસ્ટેસ્ટ સેન્ચુરી 

બૉલ

બૅટર

વર્ષ

૩૦

ક્રિસ ગેઇલ

૨૦૧૩

૩૭

યુસુફ પઠાણ

૨૦૧૦

૩૮

ડેવિડ મિલર

૨૦૧૩

૩૯

ટ્રૅવિસ હેડ

૨૦૨૪

૪૧

વિલ જૅક્સ

૨૦૨૪


 

 

Whatsapp-channel Whatsapp-channel

29 April, 2024 07:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK