કવિતાદીદી તરીકે જાણીતી આ યુવા ઑન્ટ્રપ્રનર રમઝાનમાં પણ પોતાનો સ્ટૉલ ચાલુ રાખે છે.
વાઇરલ વિડિયોની તસવીર
પાકિસ્તાનના કરાચીમાં સ્વાદના શોખીનો મુંબઈનાં ફેમસ વડાપાંઉ હોંશે-હોંશે ખાઈ રહ્યા છે. કૅન્ટોનમેન્ટ રેલવે-સ્ટેશન પાસે ‘કવિતાદીદી કા ઇન્ડિયન ખાના’ નામનો ફૂડ-સ્ટૉલ ચલાવતી કવિતા જુદી-જુદી વેજ અને નૉન-વેજ ડિશ ઑફર કરે છે અને સ્થાનિક લોકોમાં તે જાણીતી બની ગઈ છે. પાકિસ્તાનના એક ફૂડ-બ્લૉગરે શૅર કરેલા વિડિયોમાં કવિતા મુંબઈનાં વડાપાંઉની લોકપ્રિયતા વિશે જણાવે છે. કવિતાદીદી તરીકે જાણીતી આ યુવા ઑન્ટ્રપ્રનર રમઝાનમાં પણ પોતાનો સ્ટૉલ ચાલુ રાખે છે.

