ડૉક્ટરે તેને કહ્યું કે જોરથી બગાસું ખાવાને કારણે જડબું મૂળ સ્થાનેથી ખસી ગયું છે
પ્રતીકાત્મક તસવીર
અમેરિકાના ન્યુ જર્સીમાં એક મહિલાને બગાસાને લીધે ભારે ઉપાધિ થઈ હતી. ૨૧ વર્ષની જેના સિનાટ્રાએ જોરથી બગાસું ખાધા બાદ તેનું મોઢું ખુલ્લું રહી ગયું હતું. જડબું લૉક થઈ જવાને કારણે તેણે માંડ-માંડ પોતાનાં મમ્મી-પપ્પાને સમજાવ્યું કે મારા મોઢામાં તકલીફ થઈ છે. જેનાને ખુલ્લા મોઢા સાથે હૉસ્પિટલ લઈ જવાઈ હતી જ્યાં ડૉક્ટરે તેને કહ્યું કે જોરથી બગાસું ખાવાને કારણે જડબું મૂળ સ્થાનેથી ખસી ગયું છે. એક્સ-રે બાદ જેનાના મસલ રિલૅક્સ કરવામાં આવ્યા ત્યારે તેનું મોઢું બંધ થયું હતું. જેનાએ આ ઘટના સોશ્યલ મીડિયા પર જણાવી તો એક વ્યક્તિએ કહ્યું કે મને પણ બગાસું ખાતાં હવે ડર લાગે છે કે મારું મોઢું બંધ તો નહીં થાયને.

