Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વિરાટ ઍન્ડ કંપની પાસે છે જસપ્રીત બુમરાહનો ડુપ્લિકેટ?

વિરાટ ઍન્ડ કંપની પાસે છે જસપ્રીત બુમરાહનો ડુપ્લિકેટ?

01 May, 2024 06:30 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એન્જિનિયરિંગનો અભ્યાસ કરી ચૂકેલો મહેશ કુમાર ભારતીય ટીમ અને ગુજરાત ટાઇટન્સનાં પ્રૅક્ટિસ સેશનમાં પણ નેટ બોલર રહ્યો હતો

મહેશ કુમારની તસવીર

IPL 2024

મહેશ કુમારની તસવીર


ખરાબ બોલિંગને કારણે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૭મી સીઝનમાં કંગાળ પ્રદર્શન કરનાર રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ પાસે જસપ્રીત બુમરાહનો ડુપ્લિકેટ છે જે તેની જ સ્ટાઇલમાં બોલિંગ કરે છે. વિરાટ ઍન્ડ કંપનીએ કર્ણાટકના ૨૭ વર્ષના મહેશ કુમારને નેટ બોલર તરીકે પોતાની સાથે રાખ્યો છે. જસપ્રીત બુમરાહની જેમ ૧૪ સ્ટેપ દોડીને આઇકૉનિક સ્ટાઇલમાં બોલિંગ કરતા આ બોલરે ૨૦૧૮માં પણ બૅન્ગલોર માટે નેટ બોલરની ભૂમિકા ભજવી હતી. એન્જિનિયરિંગનો અભ્યાસ કરી ચૂકેલો મહેશ કુમાર ભારતીય ટીમ અને ગુજરાત ટાઇટન્સનાં પ્રૅક્ટિસ સેશનમાં પણ નેટ બોલર રહ્યો હતો. મહેશ કુમારનો બોલિંગ સ્ટાઇલનો જૂનો વિડિયો હાલમાં સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. 


Whatsapp-channel Whatsapp-channel

01 May, 2024 06:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK