ભારત સામેના ધમાકેદાર પર્ફોર્મન્સે શ્રીલંકન કૅપ્ટનને આઇપીએલનો કૉન્ટ્રૅક્ટ અપાવ્યો
કેન વિલિયમસન
ગુજરાત ટાઇટન્સે પહેલી જ મૅચમાં ન્યુ ઝીલૅન્ડનો પીઢ બૅટર કેન વિલિયમસન ઘૂંટણની ઈજાને લીધે ગુમાવ્યો ત્યાર બાદ ગઈ કાલે નિર્ણય જાહેર કર્યો હતો જે મુજબ વિલિયમસનના સ્થાને શ્રીલંકાના જાણીતા પેસ બોલિંગ ઑલરાઉન્ડર દાસુન શનાકાને ટીમમાં સમાવવામાં આવ્યા છે.
શ્રીલંકાનો ટી૨૦ કૅપ્ટન શનાકા બૅટિંગ-ઑલરાઉન્ડર છે. તેણે ૧૮૧ ટી૨૦માં ૩૭૦૨ રન બનાવ્યા છે. ૧૪૧.૯૪ તેનો સ્ટ્રાઇક-રેટ છે અને તેણે ૫૯ વિકેટ પણ લીધી છે.
ADVERTISEMENT
જાન્યુઆરીમાં ભારત સામેની ત્રણ ટી૨૦માં શનાકાએ ૧૮૭.૮૭ના સ્ટ્રાઇક-રેટ સાથે કુલ ૧૨૪ રન બનાવ્યા હતા. એ જોતાં તેને ભારત સામે કરેલો પર્ફોર્મન્સ હવે આઇપીએલ તરફ ખેંચી લાવ્યો છે. તે પહેલી જ વખત આઇપીએલમાં રમશે.


