પહેલી T20 મૅચમાં સાઉથ આફ્રિકાનો ૧૨ રનથી વિજય થયો હતો. સાઉથ આફ્રિકાએ પહેલાં બૅટિંગ કરીને ૨૦ ઓવરમાં ૪ વિકેટે ૧૮૯ રન કર્યા હતા,
ભારતીય મહિલા ક્રિકેટ પ્લેયર
ભારતીય મહિલાઓ અને સાઉથ આફ્રિકન મહિલાઓ વચ્ચે ગઈ કાલે રમાયેલી સિરીઝની પહેલી T20 મૅચમાં સાઉથ આફ્રિકાનો ૧૨ રનથી વિજય થયો હતો. સાઉથ આફ્રિકાએ પહેલાં બૅટિંગ કરીને ૨૦ ઓવરમાં ૪ વિકેટે ૧૮૯ રન કર્યા હતા, જેના જવાબમાં ભારતના ૨૦ ઓવરમાં ૪ વિકેટે ૧૭૭ રન થયા હતા. ભારત વતી જેમિમા રૉડ્રિગ્સે ૩૦ બૉલમાં અણનમ ૫૩ રન કરીને છેલ્લે સુધી ફાઇટ આપી હતી. સ્મૃતિ માન્ધનાએ ૩૦ બૉલમાં ૪૬, કૅપ્ટન હરમનપ્રીત કૌરે ૨૯ બૉલમાં ૩૫ રન કર્યા હતા.
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)