24-year-old Rachin Ravindra figures in the list of 20 cricketers offered contracts on Wednesday for the 2024-25 season.
રચિન રવીન્દ્રન
ન્યુ ઝીલૅન્ડ ક્રિકેટ બોર્ડે૨૦૨૪-૨૫ સીઝન માટે સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટની જાહેરાત કરી હતી. આ વખતે ન્યુ ઝીલૅન્ડ ક્રિકેટ બોર્ડે ૨૦ ખેલાડીઓને કૉન્ટ્રૅક્ટ આપવાનો નિર્ણય કર્યો છે. કેન વિલિયમસન, લૉકી ફર્ગ્યુસન અને ઍડમ મિલ્ને જેવા મોટા ખેલાડીઓ આ કૉન્ટ્રૅક્ટનો ભાગ નથી. પહેલી વાર આ લિસ્ટમાં ભારતીય મૂળના રચિન રવીન્દ્રનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
માર્ચમાં સર રિચર્ડ હેડલી મેડલ જીતનાર ન્યુ ઝીલૅન્ડના સૌથી યુવા ખેલાડીનું છેલ્લું વર્ષ ખૂબ જ શાનદાર રહ્યું હતું. આ લિસ્ટમાં સામેલ થયા બાદ ૨૪ વર્ષના રચિન રવીન્દ્રએ કહ્યું હતું કે ‘હું દર વર્ષે આ કૉન્ટ્રૅક્ટ લિસ્ટ જોતો હતો અને વિચારતો હતો કે એક દિવસ એ લિસ્ટમાં એન્ટ્રી મારીશ. હવે એ સાચું થયું એ એક સ્વપ્ન સાકાર થવા જેવું છે.’


