સિરીઝમાં ૨-૧ લીડ ધરાવતો ઇંગ્લૅન્ડનો કૅપ્ટન સ્ટોક્સ કહે છે...
બેન સ્ટોક્સ
ઇંગ્લૅન્ડના ટેસ્ટ-કૅપ્ટન બેન સ્ટોક્સે ભારત સામેની રસાકસી ભરેલી ટેસ્ટ-સિરીઝ વિશે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તે કહે છે, ‘મને નથી લાગતું કે બન્ને ટીમ એકબીજાનું સ્લેજિંગ કરવા માગે છે. મને લાગે છે કે ટેસ્ટ-સિરીઝમાં હંમેશાં એક ક્ષણ એવી આવે છે જ્યારે થોડી આક્રમકતા વધુ હોય છે. આ એક મોટી સિરીઝ છે અને બન્ને ટીમ પર સારું પ્રદર્શન કરવાનું ઘણું પ્રેશર હોય છે.’
બેન સ્ટોક્સે વધુમાં કહ્યું, ‘એવું નથી કે અમે તેમનું ધ્યાન ભટકાવવા માટે જાણી જોઈને મેદાન પર સ્લેજિંગની શરૂઆત કરીશું, પરંતુ અમે કોઈ પણ રીતે પાછળ હટવાના નથી અને કોઈ પણ વિરોધી ટીમને અમારી સામે આક્રમક બનવા દેવાના નથી. આ સિરીઝ અત્યાર સુધી શાનદાર રહી છે. ત્રણેય ટેસ્ટમાં ક્રિકેટનું સ્તર ઉત્તમ રહ્યું છે.’


