યંગ સ્પિનર શોએબ બશીર ઇન્જર્ડ થઈને સિરીઝમાંથી બહાર થયો હોવાથી તેના સ્થાને અનુભવી સ્પિનર લિયામ ડોસન ચોથી ટેસ્ટ-મૅચ રમશે
સ્પિનર લિયામ ડોસન
ઇંગ્લૅન્ડે ચોથી ટેસ્ટ-મૅચ માટે પોતાની પ્લેઇંગ-ઇલેવન જાહેર કરી છે. ત્રીજી ટેસ્ટ રમનારી ટીમમાંથી માત્ર એક ફેરફાર કરવામાં આવ્યો છે. યંગ સ્પિનર શોએબ બશીર ઇન્જર્ડ થઈને સિરીઝમાંથી બહાર થયો હોવાથી તેના સ્થાને અનુભવી સ્પિનર લિયામ ડોસન ચોથી ટેસ્ટ-મૅચ રમશે. તે જુલાઈ ૨૦૧૭ બાદ પહેલી વાર ઇંગ્લૅન્ડ માટે ટેસ્ટ-મૅચ રમતો જોવા મળશે.
ચોથી ટેસ્ટ માટે ઇંગ્લૅન્ડની ટીમ : ઝૅક ક્રૉલી, બેન ડકેટ, ઑલી પોપ, જો રૂટ, હૅરી બ્રુક, બેન સ્ટોક્સ (કૅપ્ટન), જેમી સ્મિથ, લિયામ ડોસન, ક્રિસ વૉક્સ, બ્રાયડન કાર્સ, જોફ્રા આર્ચર.


