બ્રૂક હવે ત્રીજા સ્થાને જતો રહ્યો છે. રૂટ આઠમી વાર નંબર વન બૅટર બન્યો છે. કેન વિલિયમસન ૮૬૭ રેટિંગ પૉઇન્ટ્સ સાથે બીજા નંબરે છે.
જો રૂટ
ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચેની લૉર્ડ્સ ટેસ્ટ પૂરી થયા પછી જો રૂટ ફરીથી, એક અઠવાડિયાની અંદર જ ટેસ્ટ-ક્રિકેટનો નંબર વન બૅટર બની ગયો છે. લૉર્ડ્સ ટેસ્ટની બે ઇનિંગ્સમાં અનુક્રમે ૧૦૪ અને ૪૦ રન કર્યા એને પગલે રૂટના રેટિંગ પૉૅઇન્ટ્સ ૮૮૮ થઈ ગયા છે. રૂટે પોતાના જ દેશના હૅરી બ્રૂક (૮૬૨ રેટિંગ પૉઇન્ટ્સ)ને પહેલા સ્થાનેથી હટાવ્યો છે. બ્રૂક હવે ત્રીજા સ્થાને જતો રહ્યો છે. રૂટ આઠમી વાર નંબર વન બૅટર બન્યો છે. કેન વિલિયમસન ૮૬૭ રેટિંગ પૉઇન્ટ્સ સાથે બીજા નંબરે છે.
ભારતીય બૅટરોની વાત કરીએ તો યશસ્વી જાયસવાલ ચોથેથી પાંચમા નંબરે આવી ગયો છે, શુભમન ગિલ ત્રણ પગથિયાં નીચે ઊતરીને નવમા નંબરે આવી ગયો છે અને રિષભ પંત સાતમેથી આઠમા નંબરે આવી ગયો છે.

