Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > પહેલી વન-ડેમાં ઇંગ્લૅન્ડને સજ્જડ પરાજય આપ્યો ભારતે

પહેલી વન-ડેમાં ઇંગ્લૅન્ડને સજ્જડ પરાજય આપ્યો ભારતે

Published : 15 July, 2026 10:48 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇંગ્લૅન્ડ ૪૭.૫ ઓવરમાં ૨૫૮ રન કરીને ઑલઆઉટ, ભારતે ૪૫.૨ ઓવરમાં ૪ વિકેટે કર્યા ૨૬૨ : એક જ મૅચમાં ગિલ-ઐયર અને સુંદર-અક્ષરની સેન્ચુરી પાર્ટનરશિપ

શુભમન ગિલની કૅપ્ટન્સ ઇનિંગ્સ.

શુભમન ગિલની કૅપ્ટન્સ ઇનિંગ્સ.


ત્રણ મૅચની સિરીઝની પહેલી વન-ડેમાં ગઈ કાલે ભારતે ઇંગ્લૅન્ડને ૬ વિકેટથી હરાવી દીધું હતું. ઇંગ્લૅન્ડે ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરી હતી અને એ ૪૭.૫ ઓવરમાં ૨૫૮ રન બનાવીને ઑલઆઉટ થઈ ગયું હતું. જવાબમાં ભારતે ૪૫.૨ ઓવરમાં ૪ વિકેટે ૨૬૨ રન કરીને ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.

ઇંગ્લૅન્ડ વતી ઓપનર બેન ડકેટ (૪૫ બૉલમાં ૪૩ રન), જો રૂટ (૭૬ બૉલમાં અણનમ ૭૬ રન) અને લિઆમ ડૉસન (૮૩ બૉલમાં ૬૮ રન) મુખ્ય સ્કોરર હતા. ૬૧ રનના સ્કોર પર પહેલી વિકેટ ગુમાવ્યા પછી એક તબક્કે ઇંગ્લૅન્ડે ૮૦ રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી, પણ રૂટ અને ડૉસનની છઠ્ઠી વિકેટ માટેની ૧૨૧ રનની ભાગીદારીએ એને તાર્યું હતું. ભારત વતી અક્ષર પટેલે ૯.૫ ઓવરમાં ૬૨ રન આપીને સૌથી વધુ ૪ વિકેટ લીધી હતી. પ્રસિદ્ધ ક્રિષ્ના અને ગુરનૂર બરાડે બે-બે વિકેટ લીધી હતી. જસપ્રીત બુમરાહ અને શિવમ દુબેએ એક-એક વિકેટ લીધી હતી. 



ભારતે રન-ચેઝમાં રોહિત શર્મા (૨૧ બૉલમાં ૧૧ રન) અને વિરાટ કોહલી (૬ બૉલમાં પાંચ રન)ને વહેલા ગુમાવી દીધા હતા, પણ કૅપ્ટન શુભમન ગિલે ત્રીજી વિકેટ માટે શ્રેયસ ઐયર સાથે ૧૦૯ રનની ભાગીદારી કરીને બાજી સંભાળી લીધી હતી. ગિલ ૭૫ બૉલમાં ૮૦ રન કરીને રિટાયર્ડ હર્ટ થયો હતો. ઐયરે ૫૩ બૉલમાં ૩૫ રન કર્યા હતા. કે. એલ. રાહુલ માત્ર એક રન પર આઉટ થયા પછી વૉશિંગ્ટન સુંદર અને અક્ષર પટેલે પાંચમી વિકેટ માટે ૧૦૨ રનની અણનમ ભાગીદારી કરીને વિજય નિશ્ચિત કર્યો હતો. સુંદરે ૬૩ બૉલમાં બાવન રન અને અક્ષરે બાવન બૉલમાં ૫૭ રન કર્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

15 July, 2026 10:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK