Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ત્રીજી અનઑફિશ્યલ ટેસ્ટ-મૅચનો ત્રીજો દિવસ વરસાદને કારણે ધોવાઈ ગયો

ત્રીજી અનઑફિશ્યલ ટેસ્ટ-મૅચનો ત્રીજો દિવસ વરસાદને કારણે ધોવાઈ ગયો

Published : 10 November, 2026 10:59 PM | IST | New Zealand
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ન્યુ ઝીલૅન્ડ અને ભારતની A ટીમો વચ્ચેની ત્રીજી ચાર-દિવસીય મૅચના ત્રીજા દિવસે કોઈ રમત શક્ય ન બની, એના કારણે સિરીઝ ડ્રૉ થવાની શક્યતા છે. આ ત્રણ મૅચની સિરીઝની પહેલી બન્ને મૅચ પણ ડ્રૉ રહી છે.

કેટ-ફૅન્સ માટે બૅટ પર ઑટોગ્રાફ આપતો જસપ્રીત બુમરાહ.

કેટ-ફૅન્સ માટે બૅટ પર ઑટોગ્રાફ આપતો જસપ્રીત બુમરાહ.


ન્યુ ઝીલૅન્ડ અને ભારતની A ટીમો વચ્ચેની ત્રીજી ચાર-દિવસીય મૅચના ત્રીજા દિવસે કોઈ રમત શક્ય ન બની, એના કારણે સિરીઝ ડ્રૉ થવાની શક્યતા છે. આ ત્રણ મૅચની સિરીઝની પહેલી બન્ને મૅચ પણ ડ્રૉ રહી છે.
લિંકનમાં ગઈ કાલે ભારે વરસાદ અને ભીના આઉટફીલ્ડને કારણે એક પણ બૉલની રમત રમાઈ નહોતી. પહેલા બે દિવસની રમતમાં પહેલી ઇનિંગ્સમાં ભારતે ૪૬૪-૫નો અને ન્યુ ઝીલૅન્ડે ૩૬-૨નો સ્કોર કર્યો હતો. ભારત પાસે ૪૨૮ રનની વિશાળ લીડ બાકી છે. 
રમતના અભાવે ભારતીય ટીમ-મૅનેજમેન્ટ નિરાશ થયું હતું, કારણ કે એ ઇચ્છતું હતું કે સિનિયર ટીમોની ટેસ્ટ-સિરીઝ પહેલાં જસપ્રીત બુમરાહ, રવીન્દ્ર જાડેજા જેવા બોલર્સને લય પકડવાની તક મળે. ન્યુ ઝીલૅન્ડની બૅટિંગ દરમ્યાન ભારતીય બોલર્સ ૧૪ ઓવર જ ફેંકી શક્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

10 November, 2026 10:59 PM IST | New Zealand | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK