શ્રીલંકા સામેની ટેસ્ટ-સિરીઝ દરમ્યાન ન્યુ ઝીલૅન્ડના સ્ટાર બૅટર કેન વિલિયમસનને ગ્રૉઇન એટલે કે જંઘાઓના મૂળમાં સ્નાયુઓમાં દુખાવો શરૂ થયો હતો
ગઈ કાલે પ્રૅક્ટિસ દરમ્યાન કેન વિલિયમસન (ઉપર) અને ટીમ ઇન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરની સામે મસ્તી કરી રહેલો વિરાટ કોહલી.
શ્રીલંકા સામેની ટેસ્ટ-સિરીઝ દરમ્યાન ન્યુ ઝીલૅન્ડના સ્ટાર બૅટર કેન વિલિયમસનને ગ્રૉઇન એટલે કે જંઘાઓના મૂળમાં સ્નાયુઓમાં દુખાવો શરૂ થયો હતો. હજી આ ઇન્જરીમાંથી બહાર આવી શક્યો નથી એથી તે ભારત સામેની ૨૪ ઑક્ટોબરથી શરૂ થતી બીજી ટેસ્ટમાં પણ રમી શકશે નહીં. તે હજી ભારતમાં ન્યુ ઝીલૅન્ડની ટીમ સાથે જોડાયો નથી પણ પોતાની ફિટનેસ પર કામ કરી રહ્યો છે.
પુણેમાં પ્રૅક્ટિસ-સેશન દરમ્યાન ભારતીય ટીમે મેદાન પર મીટિંગ કરી હતી. પ્રથમ ટેસ્ટમાં ન્યુ ઝીલૅન્ડ સામે મળેલી હાર સાથે ભારત ટેસ્ટ સિરીઝમાં ૦-૧થી પાછળ છે.
ADVERTISEMENT
ન્યુ ઝીલૅન્ડ ક્રિકેટ બોર્ડને આશા છે કે તે સંપૂર્ણ ફિટ થઈને મુંબઈમાં એક નવેમ્બરથી ત્રીજી ટેસ્ટમાં રમશે. બોર્ડ તેની ઇન્જરી વિશે સાવચેત છે અને તેને ફિટ થવા શક્ય એટલો સમય આપવા માગે છે.


